Western Times News

Gujarati News

રાજપીપળામાં મહીલા સશક્તિકરણ પખવાડિયાની  ઉજવણી-૨૦૧૯

જીવનમાં પડકારો સામે સંઘર્ષ સાથે ઝઝૂમી જીવન ઘડતરમાં  ઉપયોગી બની રહે તેવું શિક્ષણ પ્રાપ્ત કરવા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જિગીશાબેન ભટૃનો અનુરોધ

રાજપીપલાની કે.વી.એમ. હાઇસ્કુલ ખાતે મહિલા શિક્ષણ દિવસની થયેલી ઉજવણી

રાજપીપલા,  નર્મદા જિલ્લામાં તા. ૧ લી ઓગષ્ટથી પ્રારંભાયેલી મહિલા સશકિતકરણ પખવાડિયા ઉજવણીના ભાગરૂપે આજે મહિલા શિક્ષણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં મહિલા શિક્ષણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રાજપીપલાની કે.વી. એમ. હાઇસ્કુલ ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જિગીશાબેન ભટૃ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. નિપાબેન પટેલ, નર્મદા વકીલ મંડળના પ્રમુખ સુશ્રી  વંદનાબેન ભટૃ, ડો. મનીષા વસાવા, શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી અને નાંદોદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જતીનભાઇ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો.

રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જિગીશાબેન ભટેૃ જણાવ્યું હતું કે, મહિલાઓએ દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યુ છે. તેમણે કિરણ બેદી, કલ્પના ચાવલા જેવી મહિલાઓનો દ્રષ્ટાંત ટાંકી ઉમેર્યુ હતું કે, જીવનમાં પડકારો સામે ઝઝૂઝવાં ઉપરાંત કદી ન ખૂટે તે પ્રકારના શિક્ષણની સાથે તેની કેળવણી પણ થાય અને તે થકી મહિલાઓનો સર્વાગી વિકાસ થાય તેવું શિક્ષણ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. નિપાબેન પટેલે તેમના પ્રવચનમાં વિદ્યાર્થીઓને સૌ પ્રથમ તેમના જીવનનો ધ્યેય નકકી કરવા અને તેની પરિપૂર્તિ માટે કઠોર પરિશ્રમ સાથે ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવાની હિમાયત કરી હતી.

ડૉ. મનિષાબેન વસાવાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીનીઓને જીવનમાં શિસ્તની સાથોસાથ સખત પરિશ્રમ કરવા અને જીવનમાં નકકી કરેલ ધ્યેય હાંસલ માટે આગળ વધવાથી ચોકકસ તેમાં સફળતા મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કરતાં ડો. વસાવાએ વિદ્યાર્થીનીઓને મોબાઇલ જેવી ટેકનોલોજીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.

નર્મદા વકીલ મંડળના પ્રમુખ સુશ્રી વંદનાબેન ભટેૃ તેમના પ્રવચનમાં મહિલાઓને તેમના હકકોના રક્ષણ માટે કાયદાકીય જાગૃતિ ખૂબ જ જરૂરી છે અને તે વિશેની વિદ્યાર્થીઓને કાયદાકીય વિવિધ જોગવાઇઓની પ્રાથમિક માહિતી પૂરી પાડી તે દ્વારા મળી રહેતા કાનૂની રક્ષણની પણ તેમણે સમજ આપી હતી. આ પ્રસંગે ૧૮૧ મહિલા અભયમના સુશ્રી કૃપાલીબેન ચૌધરી દ્વારા  ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સેવાઓ મહિલાઓને કઇ રીતે ઉપયોગી થાય છે તે અંગેની માહિતીની સમજ આપી હતી.

મહિલા શિક્ષણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જુદી જુદી ૮ જેટલી યોજાયેલી શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભાગ લેનાર ૭૬ વિદ્યાર્થીનીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાઇ હતી. અંતમાં શ્રીમતી અંજનોબન પરમારે આભારદર્શન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.