રાજપુર ગામના રાવળ સમાજ અને ક્ષત્રિય સમાજના વિખવાદને લઈ ક્ષત્રિય સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું

ગોધરા, કાલોલ તાલુકાના રાજપુર ગામના ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે રાજપુર ગામ માં રહેતા વિજય ભાઈ પ્રતાપ ભાઈ રાવળ દ્વારા જણાવાયું હતું કે ક્ષત્રિય સમાજના લોકો હમારા રાવળ સમાજના લોકો સાથે ઉદ્ધત અને અપમાનજનક વર્તન કરે છે લગ્ન પ્રસંગ મા શાફા બાંધવા ની ના પાડે છે
જે અંગે તેઓએ જીલ્લા કલેક્ટર અને ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપ્યું હતુ બીજી તરફ રાજપુર ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવેલ કે સમાજ માં ભેદભાવ ની વાત તદ્દન ખોટી છે અને ઉપજાવી કાઢેલી છે સમાજમાં વિખવાદ ઊભો કર્યો છે તેવુ આવેદનપત્રમા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
અને વિજય ભાઈ પ્રતાપ ભાઈ રાવળ સામે કાર્યવાહી કરવા ની માગણી કરવામાં આવી છે ઉલ્લેખનિય છે કે સૌ પ્રથમ ગાળો બોલવા ની નજીવી બાબતે વિજયભાઈ એ ત્રણ ઈસમો સામે અને પ્રતાપસિંહ દ્વારા વિજયભાઇ સામે કાલોલ પોલીસ મથકે આગાઉ સામ સામે ફરિયાદો નોંધાઈ હતી. (તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા)