Western Times News

Gujarati News

રાજપુર ગામના સીમ વિસ્તારમાંથી ૭ ફુટ લાંબો અજગર વન વિભાગના અધિકારીઓ ધ્વારા ઝડપાયો

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લીની ગીરીમાળાઓમાં સીમ વિસ્તારોમાંથી અજગરો નીકળવાનો સીલસીલો યથાવત રહેતા ખેડુતો, ાશુપાલકો,શ્રમજીવીઓ અને પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે.સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના રાજપુર ગામના ચંદુભાઈ પટેલ,ખેડુતના ખેતરમાંથી ૭ ફુટ લાંબો અજગર જાવા મળતા વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા વન વિભાગના બાહોશ અધિકારીઓ વિજયનગર નોર્મલ રેંજ આર.એફ.ઓ. વી.કે.પટેલની રાહબરી હેઠળ વન રક્ષક સુનિલભાઈ સોલંકી,પ્રદિપસિંહ ઝાલા,નયનભાઈ મિર્ઝા,મગનભાઈ પટેલ સહિત સ્ટાફ ધ્વારા ૭ ફુટ લાંબા અજગરને સલામત રીતે ઝડપીને ખોખરા જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો.ખેડુતો,પશુપાલકો,શ્રમજીવીઓ અને પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન નહીવત ઝરમરીયા વરસાદના કારણે અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા ગરમીના માહોલ વચ્ચે અબાલ,વૃધ્ધ,પશુ-પંખીઓ,સરીસૃપ પ્રાણીઓ,વન્ય જીવો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જમીનની અંદર દર (બખોલ) બનાવી વસવાટ કરતા જીવજંતુઓ અને વન્ય જીવો અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે સીમ વિસ્તારોમાં ફરતા હોવાના કારણે પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.