રાજયકક્ષાની વોલીબોલ અં-૧૪ વયજૂથ સ્પર્ધામાં ગાંધીનગરની ટીમ પ્રથમ
જ્યારે ખેડાની ટીમે દ્વિતિય સ્થાન મેળવ્યું
બહેનોમાં વલસાડ પ્રથમ જ્યારે ગાંધીનગર ગ્રામ્યની ટીમ ઉપવિજેતા
નડિયાદ: રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી, ખેડા દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રાજયકક્ષાની વોલીબોલ અં.૧૪ વય જુથ (ભાઇઓ તથા બહેનો) સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે યોજાઇ હતી.
વોલીબોલ અં-૧૪ ભાઇઓમાં ગાંધીનગર ગ્રામ્યની ટીમ પ્રથમ ક્રમે તેમજ ખેડા જિલ્લાની ટીમ દ્વિતિય ક્રમે અને વલસાડની ટીમ તૃતીય ક્રમે વિજેતા થઇ હતી. બહેનોમાં પ્રથમ ક્રમે વલસાડની દ્વિતીય ક્રમે ગાંધીનગર ગ્રામ્ય અને તૃતીય ક્રમે મહેસાણાની ટીમ વિજેતા થઇ હતી. આ સ્પર્ધામાં રાજ્યના પૂર્વ, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી પ્રથમ અને દ્વિતિય ક્રમે રહેલ ભાઇઓની આઠ અને બહેનોની આઠ સહિત કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો. એમ જિલ્લા રમતગમત અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું છે.