Western Times News

Gujarati News

રાજયકક્ષાની સ્પર્ધાઓમાં વિવિધ સેકટર-ટ્રેડની સ્પર્ધાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૩૦ નવે.

વડોદરા: ગુજરાત રાજયમાં સ્કીલ ડેવલપમેન્ટ મિશનના માધ્યમથી વિવિધ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટનર સાથે વર્લ્ડ સ્કિલ્સ સ્પર્ધા માટે ગુજરાત રાજયકક્ષાએથી જુદાં-જુદાં સેકટર અને ટ્રેડમાં રાજયકક્ષાની સ્પર્ધા યોજવામાં આવશે. ઓટોબૉડી રિપેર, ઓટોમોબાઇલ ટેકનોલોજી, બ્યુટી થેરાપી, કાર પેઇન્ટીંગ, કેબિનેટ માર્કેટ, સીએનસી ટર્નિંગ, સીએનસી મિલિંગ, ઇલેકટ્રોનિક્સ, ફેશન ટેક્નોલોજી, હેર ડ્રેસિંગ, ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ, આઇટી સોફ્ટવેર સોલ્યુશન ફોર બિઝનેસ, જોઇનરી, મિકેનિકલ એન્જિનિયરીંગ (સીએડી), મેકાટ્રોનિક્સ, પેઇન્ટીંગ એન્ડ ડેકોરેટિંગ, પ્લમ્બિંગ એન્ડ હિટીંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનીંગ, વેબ ટેકનોલજીસ, વેલ્ડીંગ સહિતના સેકટર અને ટ્રેડમાં વર્લ્ડ સ્કિલ્સ ઇન્ડિયા-૨૦૨૧ની સ્ટેટ સ્કિલ્સ સ્પર્ધા-૨૦૨૦માં રજીસ્ટ્રેશન http://www.indiaskillsgujarat.org પર તા.૩૦ નવેમ્બર-૨૦૧૯ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર) વડોદરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.