રાજયના ચાર મહાનગરોમાં ઇન્ફેક્શન કંટ્રોલ હૉસ્પિટલ ઉભી કરાશે : CM
અમદાવાદ : રાજ્યનાનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી. તેઓ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્યની તૈયારીની માહિતી પત્રાકરોને આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં દરેક મહાનગરોની સિવિલ હૉસ્પિટલોમાં કોરોના માટેના બેડ વધારવામાં આવશે. હાલમાં જે આઇસોલેશનના બેડ ઉપલબ્ધ છે તે અમદાવાદની નવી સિવિલ હૉસ્પિટલનાના 1200 બેડ પર ફક્ત કોરોનાના દર્દીઓની સારવાર થશે. તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી લોકો એકબીજાના સંપર્કમાં ન આવે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વડીલોએ જરૂર હોય તો જ બહાર આવવું. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ઇન્ફેક્શન કંટ્રોલ હૉસ્પિટલ ઉભી કરાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં આપણે કોરોનાના 2-3 સ્ટેજની વચ્ચે છીએ. હાલમાં આવાનારા 8-10 દિવસ તકેદારી રાખવી છે. જો સ્થિતિ વકરે તો પણ તેની સામે લડવાની આપણી તૈયારી છે. આપણે ચારેય મહાનગરોમાં ઇન્ફેક્શન કંટ્રોલ હૉસ્પિટલ ઉભી કરીશું. આપણે પ્રવેશી રહ્યા છીએ, ચીન એમાંથી બહાર નીકળી ગયું છે.