રાજયના મહાનગરોમાં વકરી રહેલો રોગચાળો
ડેન્ગ્યુ તથા મેલેરિયાના કેસોમાં વધારો ૧૧ વર્ષની તરૂણીનું સિવીલ હોસ્પીટલમાં મોત |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વરસાદ બંધ થયા બાદ ગુજરાતનાં મહાનગરોમાં ડેન્ગ્યુ તથા મેલેરિયાના રોગોનો સતત વધારો થઈ રહયો છે. મોતની સંખ્યા પણ વધી છે. ત્યારે મહાનગરોના કોર્પોરેટરોના વડાઓ રોગચાળાઓ વર્કયા નથી ગભરાવાની જરૂર નથી તેવા બણગા ફુંકી રહયા છે. પરંતુ રોગચાળાને ડામવાના નકકર પ્રયાસો લેવામાં સતત નિષ્ફળ રહયા છે. મહાનગરોના કોર્પોરેશનના વડાઓ તથા રાજયસરકારના આરોગ્ય વિભાગ રોગચાળાને અંકુશમાં લેવા યુધ્ધના ધોરણે કામ કરે તેવી લોકોની માંગણી છે. દરમ્યાનમાં રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરાયું છે. ર૩પ ટીમો સર્વેલન્સ કરી રહી છે.
અમદાવાદ બાદ જામનગર તથા રાજકોટમાં પણ ડેન્ગ્યુ તથા મેલેરિયાએ માથું ઉંચકયું છે. ત્યારે રાજકોટની મ્યુ.કોર્પોરેશન રોગચાળાને ડામવા તે બદલે મેરેથોન દોડનું આયોજન કરી રહી છે. રાજકોટના નગરજનોનું કહેવું છે કે જયારે રાજકોટમાં ડેન્ગ્યુ તથા મેલેરિયાએ માથું ઉંચકયું છે. ઘેરઘેર માંદગીના ખાટલા જાવા મળે છે. ૧૧ વર્ષની તરૂણીનું ડેન્ગ્યુને કારણે મૃત્યુ થાય છે. ત્યારે મેરેથોન દોડનું આયોજન રદ કરવું જાઈએ.
શહેરની સિવિલ હોસ્પીટલના વાડીલાલ સારાભાઈ હોસ્પીટલમાં ડેન્ગ્યુના દર્દીઓ માટે અલગરૂમો ફાળવવા છતાં દર્દીઓને ભોય પર સુતા છે. ઓ.પી.ડી.માં દવા લેવા મોટી મોટી લાઈનો જાવા મળે છે. આજ પરીસ્થિતિ ગુજરાતના અન્ય મહાનગરોમાં જાવા મળે છે. મહાનગરોના કોર્પોરેશનોના આરોગ્ય અધિકારીઓ ડેન્ગ્યુ તથા મેલેરિયાના દર્દીઓની સાચી સંખ્યા બહાર પાડતા નથી; તેવી શહેરમાં ચર્ચા ચાલી રહી છે.
ખાનગી હોસ્પીટલોમાં લોકો વધુ ફી આપીને પણ ડેન્ગ્યુ મેલેરિયાના દર્દીઓને જવું પડે છે. દર્દીઓના પરીવારજનોનું કહેવું છે કે સરકારી હોસ્પીટલોમાં યોગ્ય સારવાર મળતી નથી. ડેન્ગ્યુ તથા મેલેરિયાના વધી રહેલા કેસો સામે નાગરીકોએ પણ સાવધ રહેવું એટલું જ જરૂરી છે સ્વચ્છતા રાખવી; તથા તાવ કે દુઃખાવાથી ફરીયાદ દર્દી કરે છે. કે તુરત જ ડોકટરને દર્દીને તથા તબીબની સુચના પ્રમાણે સારવાર કરવી.