રાજયના ૧૦ ધાર્મિક સ્થળો ઉપર “ભીખ માંગવા” પર પ્રતિબંધ મુકાશે

File Photo
(૧) પાવાગઢ (ર) પાલીતાણા (૩) જૂનાગઢ (૪) શામળાજી (પ) પ્રભાસપાટણ (૬) સોમનાથ
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયના ધાર્મિક સ્થળો પર વધી રહેલ ભિખારીઓનો ત્રાસ નિવારવા તાજેતરમાં બજેટ સત્ર દરમ્યાન એક દરખાસ્ત આવનાર છે. જેમાં રાજયના મહત્વના દસ ધાર્કિક સ્થળમાં પર ભીખારીઓ પર ભીખ માંગવા પર પ્રતીબંધ મુકવાની વાત છે. સોશ્યલ જસ્ટીસ ડીપાર્ટમેન્ટે આ દરખાસ્ત રાજય સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળે છે.પ્રિવેન્શન ઓફ બેગીગ એકટ અનુસાર આ પ્રતિબંધ મુકવા વાત કરાઈ છે.
આ દરખાસ્ત જે ૧૦ મહત્વના ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મુકવાની વાત છે. તેમાં (૧) પાવાગઢ (ર) પાલીતાણા (૩) જૂનાગઢ (૪) શામળાજી (પ) પ્રભાસપાટણ (૬) સોમનાથ (૬) ગીર સોમનાથ (૭) દ્વારકા (૮) ડાકોર મુખ્ય હોવાનું જાણવા મળે છે.
સોશીયલ જસ્ટીસ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ધી પ્રિવેન્શન ઓફ બેગીગ એકટ, જે તે રાજયની સરકાર નોટીફીકેશન બહાર પાડી જાહેર કરે પછી જ લાગુ પાડી શકાય છે. ગુજરાતમાંઆજે ધાર્મિક સ્થળોનો વિકાસ થતાં પર્યટકો તથા ભાવિકોની ધાર્મિક સ્થળો પર સતત ભીડ જાવા મળે. આ ધાર્મિક સ્થળો પર ભીખારીઓના ત્રાસથી બચાવવા આ દરખાસ્ત રાજય સરકારને મોકલવામાં આવી હોવાનું સુત્રો જણાવે છે.