રાજયની ગ્રાન્ટેડ-સરકારી ૪૦ હજાર શાળાઓમાં ઓનલાઈન હાજરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/online-attendance.jpg)
Files Photo
ગાંધીનગર : રાજયની ૪૦ હજાર જેટલી સરકારી શાળાઓ ને ઓનલાઈન કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અને આગામી દિવસોમાં રાજયની તમામ શાળાઓની વહીવટી કામગીરી ઓનલાઈન કરવામાં આવશે.
અત્રે નોધનીય છે કેઅત્યાર સુધી શાળાના એક આચાર્ય નો રોજ નો દોઢ કલાક કલેરીકલ વર્કમાં જતો હતો પરંતુ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતાં રોજના પ૦ હજાર થી વધુ માનવ કલાકો બચશે તેવું શિક્ષણ વિભાગના તજજ્ઞોનું માનવું છે. તો બીજી તરફ શાળાઓ ઓનલાઈન થતાં જ આચાર્યોને પણ વધારાના કલેરીકલ કાર્યોમાંથી મુકિત મળશે.
પરીણામે શૈક્ષણીક કાર્યોમાં વધુ સમય આપી શકશે અને શિક્ષણનું સ્તર ઉચું આવશે તેમ મનાઈ રહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે રાજય સરકાર દ્વારા સરકારી ૪૦ હજાર સરકાર દ્વારા સરકારી ૪૦, હજાર શાળાઓ ઉપરાંત આશ્રમ શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકરી તમામ શાળાઓમાં પણ સમાવેશ કરવામાં આવશે. જે ની વિધીવત જાહેરાત આગામી પ સપ્ટેમ્બર અથવા તેની આસપાસ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.