રાજયપાલના રૂપમાં તટસ્થ ભૂમિકા નિભાવીશ અર્લેકર

પણજી: હિમાચલ પ્રદેશના નવ નિયુકત રાજયપાલ રાજેન્દ્ર અર્લેકરે કહ્યું છે કે પદના સોગંદ લીધા બાદ તેમની સાથે પહેલું કામ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે પહાડી રાજયના લોકો તેમને પોતાના સમજે. ભાજપમાં લાંબી ઇનિગ્સ રમ્યા બાદ ગોવાના અનુભવી રાજનેતા અર્લેકરે પોતાના નવા કાર્યાલયનો કાર્યભાર સંભાળતા પહેલા કહ્યું કે તેમને ઉચ્ચ પદ પર તેમની નિયુક્તિની આશા ન હતી. અર્લેકર ઉવ ૬૭એ કહ્યું કે હું એ સુનિશ્ચિત કરીશ કે હિમાચલ પ્રદેશના લોકોને લાગે કે હું તેમનામાંથી જ એક છું તેમને મારી સાથે નજીકતા હોવાનો અનુભવ થવો જાેઇએ
ગોવાના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે એક રાજયપાલના રૂપમાં હું રાજયમાં તટસ્થ ભૂમિકા નિભાવીશ તેમણે રહ્યું કે રાજયપાલે હંમેશા તટસ્થ રહેવાનું હોય છે જાે મારો કોઇ મત અલગ છે તો હું હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની સાથે તેના પર ચર્ચા કરીશ કોઇ પણ રાજયપાલ માટે જાહેરમાં પોતાનો મત આપવો યોગ્ય રહેતો નથી ૧૯૮૦ના દાયકાના અંતિમાં ગોવા વિધાનસભા ચુંટણી માટે ચુંટાયેલ ભાજપના શરૂઆતી ધારાસભ્યોમાંથી એક અર્લેકરે કહ્યું કે આરએસએસ અને ભાજપની સંસ્કૃતિમાં તેમની પરવરિશે તેમને શિખડાવ્યું છે કે
જે પણ ભૂમિકા તેમને સોંપવામાં આવે તે તેને પુરા દિલથી નિભાવે તેમણે કહ્યું કે એક રાજયપાલના રૂપમાં હું મારી ભૂમિકા એ રીતે નિભાવશ કે મારા પ્રદર્શનથી રાજયને લાભ થાય બંધારણીય પદ પર તેમની નિયુક્તિ અપ્રત્યાશિત હતી અને જયારે વડાપ્રધાન મોદીએ પાંચ જુલાઇએ તેમને આ બાબતમાં જાણ કરી તો આશ્ચર્ય થયું હતું. એક સામાન્ય ભાજપના કાર્યકર્તા માટે વરિષ્ઠ પદ પર નિયુક્ત થવું સમ્માનની વાત છે