Western Times News

Gujarati News

રાજયમાં આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી

Files Photo

અમદાવાદ: રાજય માં ચોમાસું ધીમે ધીમે સક્રિય થઇ રહ્યું છે .જે અંતર્ગત ગઈકાલે જ રાજય ના અમુક શહેરોમાં ધોધમાર વરદ વરસાદ ખાબક્યો હતો .જેમાં ગુજરાતમાં ૬૮ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો . જેમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત , જેવા અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો.વરસાદ પડતા જ લોકો એ ગરમીમાંથી રાહત અનુભવી હતી .તેમજ હાશકારો અનુભવ્યો હતો .

વરસાદ ની વાત કરીએ તો ગઈ કાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો,આ ઉપરાંત ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં પણ બે ઇંચ વરસાદ નોધાયો . જયારે કપડવંજ અને અમદાવાદ શહેરમાં દોઢ દોઢ ઇંચ વરસાદ નોધાયો,નડિયાદ મહેમદાવાદ મોડાસા માતર ખેડા વસો અને સોજીત્રા તાલુકા માં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોધાયો હતો .કુલ ૫૭ તાલુકા માં ૧ ઇંચ વરસાદ નોધાયો છે .

રાજ્રાય માં હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે .રાજય માં અપર એરસાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ઉ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે . વરસાદ સાથે પવનની ગતિ પણ તેજ જાેવા મળશે . ઉત્તર ગુજરાત માં સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ-આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે . આ ઉપરાંત કચ્છવાસીઓ માટે પણ સારા સમાચાર છે કે કચ્છમાં પણ પડી શકે છે હળવો વરસાદ પડી શકે છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.