રાજયમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે નહીંઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગાંધીનગર: કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજય સરકારે સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફયુની જાહેરાત કરી છે જે પ્રમાણે ચારેય મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફયુ રહેશે. રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે એવી પણ હવા ચાલી રહી છે કે કોરોનાને કાબુમાં લેવા માટે રાજય સરકાર ફરીથી લોકડાઉન લગાવી શકે છે જાે કે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતાકરી છે કે લોકો અફવા પર ધ્યાન આપે નહીં રાજયમાં ફરીવાર લોકડાઉન લગાવવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હાલ ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ ચાલી રહ્યો છે કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબધ્ધ છે ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી માટે લોકોએ ડરવાની જરૂર નથી લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે આ ઉપરાંત લોકો લોકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે રાજયમાં ફરીથી લોકડાઉન કે વીકેન્ડ કરફયુ નહીં લગાવવામાં આવે
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં જાે કોરોનાની પરિસ્થિતિ વકરશે તો જે તે સમયે યોગ્ય નિર્ણય લઇશું લોકો હાલ કોઇ અફવા પર ધ્યાન ન આપે હાલ વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રાજયમાં ૧,૦૦૦ લોકો પર કોરોનાની રસીનું ટ્રાયલ થશે વેકસીનના ડિસ્ટ્રિબ્યુશન માટે વડાપ્રધાન મોદીએ રાજયો પાસે મંતવ્યો મંગાવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ ૧૯ની સ્થિતિના પોતાના આકલનના આધારે રાજય કેન્દ્ર શાસિત પ્રદેશ ફકત કન્ટેનમેન્ટ ક્ષેત્રોમાં રાત્રી કરફયુ જેવા સ્થાનિક પ્રતિબંધ લગાવી શકે છે કન્ટેમેન્ટ બહાર કોઇ પણ પ્રકારના સ્થાનિક લોકડાઉન લાગુ કરતા પહેલા રાજયો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોએ કેન્દ્ર પાસેથી મંજુરી લેવી પડશે
એ યાદ રહે કે ગઇકાલે પણ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે લોકો સોશિયલ મીડિયા પર ફરતી અલગ અલગ અફવાઓ પર ધ્યાન ન આપે સરકાર કોઇ નિર્ણય લેશે તો તેની જાહેરાત કરશે.