રાજયમાં સાર્વત્રિક વરસાદઃ ચોમાસુ જામ્યુ

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ: અસહ્ય – ઉકળાટ બફારાની વચ્ચે રાજયભરમાં ગઈકાલ રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ જમાવટ કરી છે. સુરત-તાપીમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહયો છે તો ભાવનગર સહિતના પંથકમાં વરસાદ વરસી રહયો છે તાપીના સોનગઢમાં ૩ ઈંચ – વ્યારામાં ર ઈંચ અને ભાવનગરમાં ર ઈંચ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે તો મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જાેકે અમદાવાદને ફરીથી મેઘરાજાએ હાથતાળી આપી છે શહેરમાં રાત્રે થોડી બુંદાબુંદી થઈ હતી પણ ઓવરઓલ જે વરસાદ થવો જાેઈએ તે થતો નથી. માફકસરનો વરસાદ નહી થતા ઉકળાટ- બફારો વધી રહયો છે.
હવામાન વિભાગ તરફથી આગામી ચારથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ શહેરમાં હળવાી મધ્યમ પ્રકારના વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. જાેકે હવામાન વિભાગની આગાહીના પગલે રાજયભરમાં મેઘરાજાની પધરામણી થઈ છે
આજે સવારે ૪ર તાલુકામાં મેઘમહેર થઈ છે જયારે ર૬ તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. નૈત્રુત્વનું ચોમાસુ ધીમે ધીમે ગુજરાતમાં જમાવટ કરી રહયુ છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં તો સીઝનનો લગભગ અડધો- અડધ વરસાદ વરસી ગયો છે પરંતુ એ પૂરતુ નથી. રાજયના મોટા ડેમોમાં પાણીની આવક જાેઈએ તેટલી થઈ નથી. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો જ ડેપો છલકાઈ શકે તેમ છે.
નદી-નાળા છલકાઈ રહયા છે. નાના ચેકડેમો ભરાયા છે પરંતુ ઉપરવાસમાં જાેઈએ તેટલો વરસાદ પડયો નથી તેથી ડેપોમાં પાણીની આવક ઓછી થઈ છે. ઉપરવાસમાં બારેમેઘ ખાંગા થાય તો જ ડેમો ભરાઈ જાય. બીજી તરફ રાજયમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેના પગલે એન.ડી.આર.એફ.ને સતર્ક કરી દેવાઈ છે. રાજય સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
એન.ડી.આર.એફ.ની અલગ-અલગ ટીમોને પહેલેથી જ રાજયના જુદા-જુદા વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેર પર મેઘમહેર થાય તેવી શહેરીજનો આશા રાખી રહયા છે.