રાજયસભાની ચુંટણીમાં સપાને હરાવવા ભાજપને સાથ આપવો પડે તો આપીશું: માયાવતી
નવીદિલ્હી, બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે અમારી પાર્ટીએ લોકસભા ચુંટણી દરમિયાન સાંપ્રદાયિક શક્તિઓથી લડવા માટે સપાથી હાથ મિલાવ્યો હતો પરંતુ તેમના પરિવારિક અંતરકહલના કારણે બસપાની સાથે ગઠબંધન કરીને પણ તે વધુ લાભ ઉઠાવી શકયા નહીં માયાવતીએ સ્પષ્ટ કહ્યું કે રાજયસભા ચુંટણીમાં અમે સપા ઉમેદવારને પુરી રીતે હરાવીશું તેના માટે અમે અમારી પુરી શક્તિ લગાવી દઇશું. તેના માટે જાે અમારે ભાજપ કે કોઇ અન્ય પાર્ટીના ઉમેદવારને મત આપવો પડશે તો અમે તે પણ કરીશું
માયાવતીએ રાજયસભા ચુંટણીમાં બળવો કરનારા સાત ધારાસભ્યોને બરતરફ કરી દીધા છે. તેમણે કહ્યું કે લોકસભા ચુંટણી બાદ સપાએ અમારો સંપર્ક કરવાનું બંધ કરી દીધુ હતું આથી અમે અમારો રસ્તો બદલ્યો છે તેમણે કહ્યું કે હું એ વાતનો પણ ખુલાસો કરૂ છું કે જયારે અમે યુપીમાં લોકસભા ચુંટણી માટે સપાની સાથે ચુંટણી લડવાનો નિર્ણય કર્યો તો અમે ખુબ મહેનત કરી હતી પરંતુ જયારથી આ ગઠબંધન થયું ત્યારથી સપા પ્રમુખની ઇચ્છા જાેવા મળી રહી હતી.
તે એસપી મિશ્રાને સતત એમ કહેતા રહ્યાં કે બસપા સપાએ હાથ મિલાવ્યા છે આથી હવે માયાવતીને જુન ૧૯૯૫ વાળા કેસનો પાછો લઇ લેવો જાેઇએ જયારે અમે લોકસભા ચુંટણી પરિણામો બાદ અમારા પ્રત્યે સમાજવાદી પાર્ટીના બદલાયેલા વ્યવહારને જાેયા તો અનુભવ્યું કે અમે તેની વિરૂધ્ધ ૨ જુન ૧૯૯૫ના કેસને પાછો લઇ એક મોટી ભુલ કરી છે અને અમારે તેની સાથે હાથ મિલાવવો જાેઇતો ન હતો. અમે થોડી ગભીરતાથી વિચાર કરવો જાેઇતો હતો.HS