રાજયસભામાં જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ હાલ ખતમ થઇ ગયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Gulam-scaled.jpg)
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરથી આવનારા ચાર રાજયસભાના સાંસદોએ ગઇકાવે રાજયસભામાંથી ભાવપૂર્ણ વિદાય લીધી હતી આ સાથે જ જમ્મુ કાશ્મીરનું રાજયસભામાં પ્રતિનિધિત્વ ખતમ થઇ ગયું છે.હકીકતમાં ૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ અને કલમ ૩૫એ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા લદ્દાખમાં વિધાનસભાની રચના થશે નહીં
જયારે જમ્મુ કાશ્મીરની વિધાનસભાને યથાસ્થિતિ રાખવામાં આવી છે રાજયમાં જયારે વિધાનસભાની રચના થશે ત્યારબાદ જ રાજયસભામાં ફરી જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ બની શકશે બે પીડીપી રાજયસભા સાંસદો નજીર અહમદ લાવે અને મીર મોહમ્મદ ફૈયાઝનો કાર્યકાળ અનુક્રમે આજે ૧૦ અને ૧૫ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે જયારે કોંગ્રેસના ગુલામ નબી આઝાદનો કાર્યકાળ ૧૫ ફેબ્રુઆરીએ અને ભાજપના શમશેર સિંહ મન્હાસનો કાર્યકાળ આજે ૧૦ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે
તે સમયની રાજયની વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી હતી આથી તે ઉચ્ચ ગૃહ માટે નવા સભ્યોની ચુંટણી કરી શકી નહીં કલમ ૩૭૦ને હટાવવા અને જમ્મુ કાશ્મીરના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન બાદ વિધાનસભા ચુંટણી થઇ નથી અને નવી વિધાનસભાના લાગુ થયા બાદ જ જમ્મુ કાશ્મીરના સભ્યોને રાજયસભા મોકલી શકાય છે.
કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજનીતિક પક્ષ ચુંટણી અને રાજયની બહાલીની માંગ કરી રહ્યાં છે. આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા આઝાદે કહ્યું કે દિવંગત વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇએ કયારેય પણ રાજયના વિભાજીનનો પક્ષ લીધો ન હતો પરંતુ મોદી સરકારે આમ કર્યું અને તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી દેવામાં આવ્યું છે.
આઝાદે કહ્યું કે હું વડાપ્રધાનને જમ્મુ કાશ્મીરની સ્થિતિ બહાલ કરવા અને ચુંટણી કરાવવાની વિનંતી કરૂ છું તેમણે કહ્યું કે જયારે રાજય સરકાર હતી ત્યારે ખુબ વિકાસ થયો હતો આતંકવાદની ધટના ઓછી થતી હતી અને કાયદો વ્યવસ્થા સારી હતી આઝાદે કહ્યું હતું કે જાે કે જમ્મુ કાશ્મીરમાં જીલા વિકાસ પરિષદની ચુંટણી કરાવવા માટે સરકારને અભિનંદન કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે કલમ ૩૭૦ના ખતમ થવાથી લોકો નાખુશ છે.