રાજયસભામાં હંગામો કરવા માટે સંજયસિંહ અને બ્રાયન સહિત આઠ સાંસદો બરતરફ
નવીદિલ્હી, ચોમાસુ સત્ર દરમિયાન રવિવારે સંસદના ઉપલા ગૃહમાં ભારે હંગામો જાેવા મળ્યો હતો કૃષિ વિધેયકો પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ઉપસભાપતિની સામે રૂલ બુક ફાડી નાખી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાંસદ વેલમાં પહોંચી ગયા હતાં અને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં આજે તેમના પર કાર્યવાહી કરતા આઠ સાંસજાેને રાજયસભામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
રાજયસભાના સભાપતિ વેકૈયા નાયડુએ રવિવારે વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા હંગામા પર કહ્યું કે ગઇકાલે રાજયસભા માટે ખરાબ દિવસ હતો જયારે કેટલાક સભ્ય ગૃહમાં વેલમાં આવ્યા કેટલાક સાંસદોએ પેપરને ફેંક્યા, માઇક તોડી નાખ્યા રૂલ બુકને ફેંકી ઉપસભાપતિને ધમકી આપી તેમણે તેમને કર્તવ્ય નિભાવવાથી રોકવામાં આ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે હું સાંસદોને સુચન આપુ છું કે મહેરબાની કરી આત્મનિરીક્ષણ કરો.
સભાપતિએ કહ્યું કે હું ડેરેક ઓ બ્રાયનને ગૃહની બહાર જવાનો આદેશ આપુ છું આ સાથે ગૃહના આઠ સાંસદોને એક અઠવાડીયા સુધી બરતરફ કરવામાં આવે છે તેમણે વિરોધ પક્ષના જે આઠ સાંસદોને બરતરફ કર્યા છે તેમાં ટીએમસીના ડેરેક બ્રાયન અને ડોલા સેન,આમ આદમી પાર્ટીના સંજયસિંહ,કોંગ્રેસના રાજીવ સાવત,રિપુન બોરા અને સૈયદ નઝીર હુસૈન સામેલ છે આ ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના એલમરન કરીમ અને કે કે રાગેશને પણ ગૃહમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
નાયડુએ કહ્યું કે આ સાંસદોને ઉપસભાપતિની સાથે દુવ્યવહાર કરવાના કારણે એક અઠવાડીયા સુધી બરતરફ કરવામાં આવે છે જયારે ભાજપના રાજયસભા સાંસદ વી મુરલીધરને કહ્યું કે નિલંબિત સભ્યોને ગૃહમાં રહેવાનો કોઇ અધિકાર નથી બિન સભ્યોની સભ્યોની હાજરીમાં ગૃહ કાર્ય કરી શકે નહીં.
દરમિયાન ટીએમસી સાંસજ સુખેંદુ શેખરે સાંસદોની બરતરફી પર કર્યું કે અનેક સભ્યો દ્વારા કૃષિ વિધેયકમાં સુધારા પર વિચાર કરવામાં આવ્યો નહીં અને કહેવાતી રીતે ધ્વનિ મત દ્વારા તેને પાસ કરાવી દેવામાં આવ્યા આ મામલામાં અધ્યક્ષની ભૂમિકા પૂર્વવર્તી પક્ષપાતપૂર્ણ અભૂતપૂર્વ અને બિનકાનુની હતી જાે બંધારણની જાેગવાઇ રાજયસભા અધ્યક્ષ નિયમો અનુસાર કાર્ય નહીં કરે તો દેશ ફાસીવાદ તરફ બલે જ વધશે નહીં પરંતુ તેનો બહુસંખ્યકવાદનો શિકાર થવાનું નક્કી છે.HS