રાજય બોર્ડ ૩૧ જુલાઇ સુધી ૧૨માંનુ પરિણામ જાહેર કરે : સુપ્રીમનો આદેશ
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડના ૧૨માંના વિદ્યાર્થીઓને લગતો એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ રાજ્ય બોર્ડને તેમની મૂલ્યાંકન નીતિને આજથી ૧૦ દિવસની અંદર સૂચિત કરવા અને ૩૧ જુલાઇ સુધીમાં પરિણામ જાહેર કરવા જણાવ્યું છે. કોર્ટે સીબીએસઇ અને આઈસીએસઈ માટે સૂચવેલા સમયની સમાન સમયરેખાની વાત કરી છે. નોંધનીય છેકે મોટાભાગના રાજ્યોએ આ પરીક્ષાઓ રદ કરી છે. તેથી, કોર્ટે રાજ્યોને ૧૦ દિવસનો સમય આપ્યો છે જેણે મૂલ્યાંકન નીતિ તૈયાર કરવા માટે કર્યું નથી; અને ૧૨ માંના પરિણામ માટેની અંતિમ તારીખ ૩૧ જુલાઈ સુધી નક્કી કરવામાં આવી છે.
ઘણા બધા રાજ્યોએ ૧૨ માં ધોરણનો બોર્ડની પરીક્ષા રદ કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્યોના બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ ૩૧ જુલાઇ સુધી ૧૨માં ધોરણનું પરિણામ જાહેર કરે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે ૧૨ માં ધોરણનું રિઝલ્ટ ૧૦ માં ધોરણ અને ૧૧ માં ધોરણના આધારે નક્કી કરવાનું છે. સુપ્રીમકોર્ટ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે જે રાજ્યો દ્વારા હજી સુધી આંતરિક મૂલ્યાંકન નક્કી કરવામાં નથી આવ્યું,
તે લોકો પાસે હજી ૧૦ દિવસ સુધીનો સમય છે. ઝ્રમ્જીઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમનું મૂલ્યાંકન પાછળની પરીક્ષા પર આધારિત થશે. વધુમ આ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું જે પરિણામ ૩૧ જૂલાઈના રોજ જાહેર થશે.
બીજી બાજુ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી દિનેશ શર્માએ લખનઉમાં કહ્યું હતું કે, યુપી બોર્ડના ૧૦ માં અને ૧૨ ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ જુલાઇ સુધીમાં આવી જશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ દ્વારા ૨૦ જૂનના દિવસે ૧૦ માં અને ૧૨ માં ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ કઈ રીતે નક્કી કરવું તેની ઘોષણા કરવામાં આવી હતી.
આ વર્ષે કોરોનાની ગંભીર સ્થિતિને જાેતા સીબીએસઇએ ૧૨માંની પરીક્ષા રદ્દ કરવાનો ર્નિણય કર્યો છે. બોર્ડની તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ૩ વર્ષના સરેરાશના આધાર પર ૩૧ જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થી રિઝલ્ટથી સંતુષ્ટ નહીં હોય તેમને લેખીત પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. આ પરીક્ષા ૧૫ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બરની વચ્ચે યોજવામાં આવશે.