રાજય સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી વિભાગની લાલઆંખ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયમાં ભ્રષ્ટાચાર નાબુદ થાય તે માટે રાજયસરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. એન્ટીકરપ્શન બ્યુરો પણ સર્તક થઈ છે., અને હવે તેની નજર સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ પર પર મંડાણી છે. સરકારી ખાતાઓમાં વધી રહેલા ભ્રષ્ટાચારની અનેક ફરીયાદો, ખાસ કરીને રેવેન્યુ વિભાગ સામે અનેક ફરીયાદો મળ્યા બાદ, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, લાંચરૂશ્વત વિરોધી ટીમે સચીવાલયના ભ્રષ્ટ અધિકારીઓપર લાલ આંખ કરી હોવાનું જાણવા મળે છે.
સચીવાલયમાં ઘણા અધિકારીઓ આજે તેમની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવે છે, જેને કારણે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા અધિકારીઓએ કલ્પનામાં પણ ન આવે તેવી મિલ્કતો ખરીદી હોવા છતાં ભરાતી વાર્ષિક રીપોર્ટમાં કે મિલ્કતોમાં ઉલ્લેખવામાં કરવામાં આવતો નથી. પોતાના નામે નહીતો પત્ની કે પરીવારના નામે ઉંચી મિલકતો શહેરમાં તથા રાજયના અન્ય સ્થળો પર ધરાવી રહયા છે.
સચિવાલયમાં થતી ચર્ચા પરથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર લાંચરૂશ્વત વિરોધી ખાતાને આ વાતની માહિતી પ્રાપ્ત થયા બાદ ભ્રષ્ટ અધિકારીઓને પકડવા માટે જાળ બિછાવી રહી છે. આ જાળમાં કઈ ગ્રેડના અધિકારીઓ ફસાય છે. તો કયા અધિકારીઓ જાળમાંથી છટકી જાય છે. તે સમય જ કહેશે. લાંચરૂશ્વતની ટીમ સચિવાલયમાં તપાસ કરી રહી હોવાના સમાચારે જ સરકારી અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.