રાજલી હાઈસ્કૂલમાં ધો.10 ના છાત્રોને વિદાયમાન
મોડાસા: મોડાસા તાલુકાના રાજલી ગામે કુમાર એચ.આર.ગાર્ડી વિદ્યાલયમાં ધો.10નાં વિધાર્થી ભાઈબહેનોનો શુભેચ્છા સમારોહ નિવૃત આચાર્ય નવીનભાઈ કે.ત્રિવેદીના પ્રમુખપદે યોજાયો હતો.આ પ્રસંગે નિવૃત સૈનિક દિલીપકુમાર પટેલ અને શિણોલના નગીનભાઈ પટેલ તેમજ ગ્રામજનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ..સૌ મહેમાનો અને આચાર્ય અનોપસિંહ રહેવર સહિત શાળા સ્ટાફે પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સંચાલન સિનિ. શિક્ષક વિનુભાઈ પટેલે કર્યું હતું.