રાજશ્રી પોલીફિલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટના મકાનમાં સોનાના ઘરેણા તથા રોકડા મળી ૭.૨૦ લાખની ચોરી
કંપનીના વાઈસ પ્રેસિડન્ટ કંપનીની રાજશ્રી કોલોનીમાં રહેતા હતા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલી રાજશ્રી પોલીફિલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટના મકાનમાં ચોરી થવા પામી છે.ચોરો દ્વારા ૬.૯૦ લાખના સોનાના ઘરેણા તથા રૂપિયા ૩૦ હજાર રોકડા મળી ૭.૨૦ લાખની મત્તાની ચોરી કરી ગયા છે.
ઝઘડીયા તાલુકા ના ઉમલ્લા ગામ નજીક આવેલ રાજશ્રી પોલીફીલ કંપનીમાં બી.બી.ચક્રવર્તી છેલ્લા આઠ વર્ષથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તારીખ ૧૭.૧૧.૨૦ થી ૨૨.૧૧.૨૦ સુધી તેઓ રજા પર હોય તેમના વતન ગયા હતા.૨૩ તારીખે કલકત્તાથી પરત ફરતા તેઓ તેમના કંપની ખાતેની રાજેશ્રી કોલોનીમાં આવેલ તેમના ઘરે ગયા હતા ત્યારે તેમણે તેમના ગાર્ડન તરફનો દરવાજો ખુલ્લો હોવાની શંકા ગયેલ.જેથી તેમણે તેમના રૂમના લોખંડના કબાટનો દરવાજાના લોક નો સ્ક્રુ ઢીલો હતો અને કબાટ ખોલતા કબાટમાં રાખેલ સોનાના ઘરેણા મૂકવાનું બોક્સમાં સોના ના ઘરેણા હતા નહીં
જેથી તેમને સોનાના ઘરેણા ચોરી થયાનું જણાયું હતું. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બી.બી ચક્રવર્તીના ઘરેથી ૧૩ તોલાના ૧૩ જેટલા સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયા ૩૦ હજાર ચોરી થયાનું જણાયું હતું. જેથી વાઇસ પ્રેસિડન્ટ બી.બી.ચક્રવર્તીએ ઉમલ્લા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.ઉમલ્લા પોલીસ દ્વારા એફએસએલ તથા ડોગ સ્કવોર્ડની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથધરી છે.