રાજસ્થાનથી કારમાં લવાતો ૩૪ બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/0312-modasa.1.jpg)
વિજયનગર પાસે વિરેશ્વર રોડ ઉપર રૂ. ૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) મોડાસા, રાજ્યમાં અને જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગ્યા છે ત્યારે પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના સિલસિલો નિષફળ બનાવવા વિજયનગર પોલીસે હાથ ધરેલી પ્રોહી.ડ્રાઇવ દરમિયાન આજરોજ વિરેશ્વર રોડ ઉપર રાજસ્થાનથી કારમાં આવતો ૩૪ બોટલો વિદેશી દારૂ સહિત રૂ. ૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે લઈ તેની સાથે એક ઈસમની ધરપકડ કરી છે.
આજરોજ પ્રોહી અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ રાખેલ હોઇ જે અન્વયે વિજયનગર પો.સ.ઇ. એલ.પી.રાણા તથા સાથેના અ.હે.કો. પ્રધ્યુમનસિંહ તેજમલસિંહ વિરેશ્વર ગામના સ્ટેન્ડના રોડ ઉપર આવતા જતા વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા
તે દરમ્યાન રાજસ્થાન બોર્ડર તરફથી આવતા કાચા રસ્તા ઉપર થઇ આવતી એક સફેદ કલરની ટાટા નેનો ગાડી ઉભી રાખવી એમાં તલાશી લેતા એક ગુપ્ત ખાનામાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૩૪ કિ.રૂ.૫૪,૦૦૦ , મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
તથા ગાડીની કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૫૯,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અજય ઘનશ્યામજી ગંગારામજી સરગરા (ઉ.વ૨૦ રહે વોર્ડ નંબર-૮, વરમંડલ તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન ) વિરુદ્ધ ગુજરાત પ્રોહિ એકટ ૬૫(એ.ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.*