Western Times News

Gujarati News

રાજસ્થાનથી શહેરમાં ઘુસાડાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપતી ક્રાઈમ બ્રાંચ

અમદાવાદ : શહેર ક્રાઈમબ્રાચની Ahmedabad crime branch team ટીમોએ બાતમી દ્વારા કાર્યવાહી કરતા હંસપુરા hanspura નજીક બે ગાડીઓ આંતરીને રૂપિયા ૩ લાખની વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જા કે બેમાંથી એક કારનો ડ્રાઈવર ક્રાઈમ બ્રાચની ટીમ સામેથી જ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો પકડાયેલા ડ્રાઈવરની પુછપરછ ચોકાવનારી વિગતો બહાર આવી છે. ક્રાઈમબ્રાંચ પી આઈ બારડની ટીમ પેટ્રોલિગમા હતી.

એ વખતે રાજસ્થાનથી ઈગ્લીશ દારૂનો જથ્થો ભરીને બે કાર શહેરમાં પ્રવેશવાની હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાચની ટીમો હંસપુરા ચોકડી નજીક આવેલા સત્વ પાર્ટી પ્લોટ પાસે આડસો મૂકી હતી ત્યારે રાત્રે સવા અગિયાર વાગ્યાના સુમારે એક કાર આવતી દેખાઈ હતી જેની પાછળ સ્વીફ્ટ કાર હતી ઝટપી કારને અટકાવી તેના ડ્રાઈવરની પૂછપરછ કરતા સ્વીફટ કારનો ડ્રાઈવર સાવધ થઈ ગયો હતો અને દરવાજા ખોલી ક્રાઈમબ્રાચ પકડે એ પહેલા જ ખેતરોમાંથી ભાગી છૂટ્યો હતો

તેનો પીછો કરવા છતા ડ્રાઈવર મળી શકયો નહતો જ્યારે પકડાયેલા ડ્રાઈવરને લઈ બંને ગાડીઓ તપાસવતા તેમની ડેકીમાં છુપાયેલો અલગ અલગ બ્રાડનો રૂપિયા ૩ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પકડાયેલો ડ્રાઈવર મોહનદાસ રૂપાજી (ગઢવી) Driver Mohandas rupaji gadhvi રહે રાજસ્થાન Rajasthan પુછપરછ કરતા પોતે તથા ભાગી ગયેલા ડ્રાઈવરને દુગાપુર રાજસ્થાનથી કેટલાક શખ્શોએ જથ્થો ભરી આવ્યો હતો જે નરોડા ખાતે સંતોષસિહ ચોહાણ Santoshsinh Chauhan તથા દેવેન્દ્રસિહ ઉર્ફે બંસી પરીહારને Devendrasinh aka Bansi Parihar પહોચાડવાનો હતો. ક્રાઈમ બ્રાચ ડ્રાઈવર સહીત અન્ય લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરીછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.