રાજસ્થાનનાં બારીક વાસ્તુકળામાંથી પ્રેરણા લઈને રિલાયન્સ જ્વેલ્સમાં નવું કલેક્શન ‘અતુલ્ય’
અતુલ્ય કલેક્શન સાથે રિલાયન્સ જ્વેલ્સમાં શાહી અનુભવ મેળવો
મુંબઈ, ફેસ્ટિવ સિઝનને રિલાયન્સ જ્વેલ્સનાં લેટેસ્ટ કલેક્શન સાથે શાહી સ્પર્શ મળશે. મુઘલ યુગ તેમજ રાજસ્થાનનાં શાહી મહેલોની સમૃદ્ધ અને બારીક વાસ્તુકળામાંથી પ્રેરણા લઈને ‘અતુલ્ય’ નામનું સંપૂર્ણપણે નવું કલેક્શન દિવાળીનાં તહેવારોની કોઈ પણ ઉજવણીમાં તમારી શોભામાં ચાર ચાંદ લગાવશે.
હસ્તકળા ધરાવતું અતુલ્ય કલેક્શન ખાસ તહેવારની આ સિઝન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં 22 કેરેટ ગોલ્ડમાં અને 18 કેરેટ ગોલ્ડ સાખે કલકત્તી ફિનિશમાં નેકલેસનાં સેટ તથા હીરાજડિત સેટ સામેલ છે. અતુલ્ય કલેક્શનમાં ચોકર્સ, નાનાં અને લાંબી સ્ટાઇલનાં નેકલેસ અને અન્ય સ્ટાઇલ સામેલ છે, જેમાંથી તમને પસંદગીનો બહોળો અવકાશ મળશે. આ કલેક્શનમાં દરેક પ્રસંગ માટે દરેક વ્યક્તિને પસંદ પડે એવો એક યા બીજો પીસ છે.
અતુલ્યને ભારતમાં સાંસ્કૃતિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ સૌથી વધુ સમૃદ્ધ રાજ્યોમાંના એક રાજસ્થાનમાં પ્રેરણા મળી છે. અતુલ્યનાં દરેક પીસમાં રાજસ્થાનનાં મહેલો અને બ્લોક પ્રિન્ટિંગની સુંદર રીતે પ્રસુતતિ થઈ છે. પોતાની ડિઝાઇન અને અસરકારક કળાકારીગરીથી ભવ્યતા ધરાવતાં આ કલેક્શનમાં રાજસ્થાનની શાહી અને ભવ્ય શૈલી કુંદન સાથે રંગીન રત્નોમાં પ્રસ્તુત થઈ છે. દરેક અને તમામ પીસ ભારતીય વારસાની સુંદરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને કોઈ પણ સિમ્પલ એથનિક ડ્રેસને પણ સુંદર અને જાજરમાન બનાવી દેશે.
આ દિવાળીએ રિલાયન્સ જ્વેલર્સનાં ગ્રાહકો ગોલ્ડ જ્વેલરીનાં ઘડામણનાં ચાર્જ પર 25%* ડિસ્કાઉન્ટની, ડાયમન્ડ જ્વેલરીનાં ઘડામણનાં ચાર્જ પર 25%* સુધીનાં ડિસ્કાઉન્ટની, તથા ગોલ્ડ કોઇન્સનાં ઘડામણ ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટની સ્પેશ્યલ ઓફરનો લાભ લઈ શકે છે. ઉપરાંત 31 ઓક્ટોબર, 2019 સુધી ગોલ્ડ જ્વેલરીનાં ઘડામણ અને ડાયમન્ડ જ્વેલરી (રૂ. 5 લાખથી ઇનવોઇસનાં મૂલ્ય પર) વધુ 5 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે (શરતો અને નિયમો લાગુ).
રિલાયન્સ જ્વેલ્સનાં પ્રવક્તાએ લોંચ પર કહ્યું હતું કે, “દિવાળી ભારતનો સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તહેવારની સિઝન સાથે ખરીદીની સિઝન આવે છે અને અમે રિલાયન્સ જ્વેલર્સમાં અમારાં ગ્રાહકોને સંપૂર્ણ નવો લૂક આપવા ઇચ્છીએ છીએ. અતુલ્ય કલેક્શન શુદ્ધ સોના તેમજ ડાયમન્ડ, રંગીન રત્નો અને સોનામાં કુંદન સેટમાં ડિઝાઇન કરેલું છે, જેમાં તમને પસંદગી કરવા માટે વિવિધ વિકલ્પો મળે છે. આ જ્વેલરીમાં પરંપરાની સાથે આધુનિકતાનો સમન્વય થયો છે, જે કોઈ પણ મહિલાની સુંદરતાને વધારે છે તથા ભવ્યતાનો સ્પર્શ આપે છે તેમજ એની વિશિષ્ટ ડિઝાઇન આ કલેક્શનનો ભાગ છે.”
અતુલ્ય કલેક્શન હવે રિલાયન્સ જ્વેલ્સનાં તમામ શોરૂમમાં ઉપલબ્ધ છે. અત્યારે રિલાયન્સ જ્વેલર્સ 99 શહેરોમાં 200થી વધારે શોરૂમ ધરાવે છે, જેમાં એક્સક્લૂઝિવ અને શોપ ઇન શોપ (એસઆઇએસ) ફોર્મેટ સામેલ છે.