રાજસ્થાનના અલવરમાં તોડવામાં આવેલા ત્રણે મંદિરોનુ ફરી નિર્માણ થશે
નવી દિલ્હી, રાજસ્થાનના અલવરમાં તોડવામાં આવેલા ત્રણે મંદિરોને ફરી બનાવવા માટે જિલ્લા વહિવટીતંત્રે જાહેરાત કરી છે. 300 વર્ષ જુના આ મંદિરો રસ્તો પહોળો કરવાનુ કારણ આપીને તોડવામાં આવ્યા હતા.તેની સાથે સાથે કેટલીક દુકાનો પણ તોડવામાં આવી હતી.જોકે મંદિરો પર બુલડોઝર ચલાવાયા બાદ હોબાળો મચી ગયો હતો.
આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.મંદિર તોડવા માટે બંને પાર્ટીઓ એક બીજા પર દોષારોપણ કરી રહી છે.
દરમિયાન સરકારી અધિકારીઓનુ કહેવુ છે કે, નગર પાલિકા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવ લાવી હતી.જેને 17 એપ્રિલે અમલમાં લાવવામાં આવ્યો હોત.લોકોને મંદિર હટાવવા માટે પહેલા જ જાણકારી આપવામાં આવી હતી.અમને સ્થાનિક લોકો તરફથી કોઈ આવેદનપત્ર મળ્યુ નથી.
ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાએ હવે દાવો કર્યો છે કે, વહિવટીતંત્ર અમારી માંગણી સાથે સંમત છે અને તેણે મંદિરોનુ નિર્માણ ફરી કરવા માટે સંમતિ આપી છે.