રાજસ્થાનના કોટામાં એક મહિના માટે કલમ ૧૪૪ લાગૂ
કોટા, રાજસ્થાનના કોટામાં થિયેટરોમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. જેને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનના પગલે અધિકારીઓએ ૨૨ માર્ચથી ૨૧ એપ્રિલ સુધી જિલ્લામાં કલમ ૧૪૪ લાગૂ કરવાનો આદેશ આપ્યો. આ પગલું અનેક તહેવારો પહેલા સાવધાની વર્તતા ઉઠાવવામાં આવ્યું છે. રાજસ્થાનના કોટામાં આજથી એટલે કે ૨૨ માર્ચથી ૨૧ એપ્રિલ સુધી કલમ ૧૪૪ લાગુ રહેશે.
ધ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનિંગ સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રશાસનિક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લાધિકારી (કાર્યવાહક) રાજકુમાર સિંહ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ હેઠળ ભીડ જવા થવા, વિરોધ પ્રદર્શન કરવા, જૂલુસ અને માર્ચ કાઢવા પર રોક લગાવવામાં આવી છે.
આ દરમિયાન ચેટીચંદ, મહાવીર જયંતી, ગુડ ફ્રાઈડે, વૈશાખી, જુમા તુલ વિદા જેવા તહેવારો પણ આવશે. અધિકૃત આદેશમાં કહેવાયું છે કે આ આદેશ સરકારી કાર્યો, કોવિડ રસીકરણ અને પોલીસ કાર્યક્રમો પર લાગૂ થશે નહીં. આ પ્રતિબંધને લઈને ફિલ્મ દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. આ ર્નિણયને લઈને ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આવા આદેશો અને આ કલમોથી ડરતા નથી. આ આદેશને લઈને આજથી કોટા ભાજપે સમગ્ર શહેરમાં પ્રદર્શન કરવાની જાહેરાત ક રી છે. ભાજપની મહિલા વિંગે કહ્યું કે આ ર્નિણયના વિરોધમાં આજે ચંડી માર્ચ કાઢવામાં આવશે.SSS