Western Times News

Gujarati News

રાજસ્થાનના ખૂંખાર આરોપીને ૫ વર્ષ અરવલ્લી પેરોલ ફર્લો સ્કોડે શામળાજી નજીકથી દબોચ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં ચાલતી અનેક બદીઓ પર કાબુ મેળવવામાં જીલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું છે જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રએ કમરકસી છે

શામળાજી પોલીસ પર હુમલો કરી ઇન્સાન રાયફલ ઝુંટવી લઈ ફરાર થઇ જનાર રાજસ્થાનના પાલીસોડા ગામના કલ્પેશ હોથા નામના આરોપીને અરવલ્લી પેરોલ ફર્લો ટીમે શામળાજી નજીક રાજસ્થાન સરહદ પરના જાંબુડી ગામ પાસેથી બાઈક સાથે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ કે એસ.સીસોદીયા અને તેમની ટીમે ૫ વર્ષથી નાસતા ફરતા ખૂંખાર બુટલેગર રમેશ હોથાને દબોચી લીધો હતો રાજસ્થાનના વીંછીવાડા પાલીસોડા (મહુન્દ્રા ફળા) ગામનો કલ્પેશ સિદ્ધરાજ ઉર્ફે શીવરાજ હોથા રાજસ્થાન સરહદ વિસ્તારમાં દારૂનું કટિંગ અને દારૂ ઘુસાડવા માટે સંડોવાયેલ અને ૫ વર્ષ અગાઉ આંતરરાજ્ય સરહદે બોરનાલા તેમજ પાલીસોડા વિસ્તારમાં ડુંગરો પરથી પ્રોહિબિશન રેડ કરનાર શામળાજી પોલીસ પર હુમલો કરી પોલીસકર્મીની ઇન્સાન રાયફલ ઝુંટવી લઇ ફરાર થઇ જતા શામળાજી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુન્હો નોંધાયો હતો

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હાનો વોન્ટેડ આરોપી કલ્પેશ હોથા ૫ વર્ષથી નાસતો ફરતો હતો અરવલ્લી પેરોલ ફર્લો ટીમે શામળાજી નજીક જાંબુડી ગામ નજીકથી બાઈક લઈ કલ્પેશ હોથા પસાર થવાનો હોવાની બાતમી મળતા જાંબુડી નજીક વોચ ગોઠવી દીધી હતી કલ્પેશ હોથા બાઈક પર આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા પેરોલ ફર્લો ટીમે ત્રાટકી દબોચી લીધો હતો અને શામળાજી પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.