રાજસ્થાનના બાડમેરથી એક પરિવાર મોડાસાના પાલનપુર પહોંચતા લોકોમાં ભય
આંતરરાજ્યો સરહદો સીલ હોવાના દાવાઓ પોકળ
લોકડાઉનમાં અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને જિલ્લા સરહદો સીલ કરી દેવામાં આવી હોવાના સતત દાવાઓ થઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં અન્ય રાજ્યો અને જીલ્લામાંથી લોકો વાહનો મારફતે આબાદ પહોંચી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર માટે પણ અન્ય રાજ્ય અને જીલ્લામાંથી વિવિધ વાહનો અને પગપાળા પહોંચતા લોકો અને શ્રમિકોનો પ્રવેશ કોયડારૂપી બની રહ્યો છે
રાજસ્થાન અને ગુજરાત સરકાર આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવામાં આવી હોવાનો દાવાઓ થઇ રહ્યા છે ત્યારે મોડાસા નજીક આવેલા પાલનપુર ખાતે રાજસ્થાનના બાડમેર થી પરિવાર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે જાગૃત નાગરિકે ડીડીઓ ર્ડો.અનિલ ધામેલીયાને જાણ કરતા બાડમેરથી આવેલ પરિવારની થર્મલ સ્ક્રીનિંગની કામગીરી કરી પરિવારને હોમકોરન્ટાઈન કર્યો હતો
રાજસ્થાનના બાડમેરના ખેતેશ્વર પનેસિંહ રાજપુરોહિત પરિવાર સાથે મોડાસાને અડીને આવેલા પાલનપુર ગામમાં રહે છે ગામમાં કરિયાણાની દુકાન અને મોડાસા માર્કેટયાર્ડમાં દુકાન ધરાવે છે લોકડાઉન પહેલા પરિવાર સાથે રાજસ્થાનના બાડમેર ખાતે પારિવારિક કામકાજ અર્થે ગયા હતા હાલ લોકડાઉન-૨ માં આંતરરાજ્ય અને જીલ્લા સરહદો સીલ હોવા છતાં કોરોના સંક્રમણની દહેશત વચ્ચે ખેતેશ્વર પનેસિંહ રાજપુરોહિત અને તેમના પરિવારના સદશ્યો સાથે પાલનપુરમાં પહોંચતા લોકોમાં કોરોના સંક્રમિત થવાનો ભય પેદા થતા ભારે ફફડાટ ફેલાયો હતો લોકડાઉનમાં ચુસ્ત પોલીસે બંદોબસ્ત દાવાઓ વચ્ચે રાજસ્થાની પરિવાર પાલપુર પહોંચતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો અને તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.
આ અંગે જાગૃત નાગરિકે જીલ્લા વિકાસ અધિકારી ર્ડો. અનિલ ધામેલિયાને જાણ કરતા તાબડતોડ આરોગ્ય તંત્ર અને ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને આ અંગે કાર્યવાહી કરવા સૂચના અપાતા તલાટી, બોલુન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારી પરિવારના ઘરે પહોંચી થર્મલ સ્ક્રીનિંગ સર્વેની કામગીરી કરી પરિવારને હોમકોરન્ટાઈન કરવામાં આવ્યો હતો