રાજસ્થાનના ભીલવાડામાં પતિએ પત્ની અને દીકરાની હત્યા કરી
ભીલવાડા: રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હનુમાન નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના અમરવાસી ગામમાં હોળી નિમિત્તે પિતાએ તેની પત્ની અને દિકરાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. ઘટના મોડી રાત્રે બની હતી. આ અંગેની માહિતી મળતા અમરવાસી ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં સનસની મચી ગઈ હતી.
માહિતી મળતા જ હનુમાનનગર પોલીસ સ્ટેશને મૃતદેહોને કબજે કર્યા હતા અને દેવલી હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યા છે. ઘટના પાછળ કયાં કારણો જવાબદાર હતાં એ અંગે જાણકારી મળી શકી નથી. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ લીધો છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃતકોમાં છેલબિહારી (૪૨ વર્ષ) અને રાહુલ (૧૩ વર્ષ) પુત્ર છેલબિહારી મીણા છે. બન્નેની હત્યા છેલબિહારીએ કોઈ વસ્તુથી પ્રહાર કર્યો. આરોપીએ પોતાના જ ઘરમાં આ ઘટનાને અંજામ આપ્યો છે.બન્નેના માથાના ભાગ પર ગંભીર ઈજાના નિશાન મળ્યા છે. બન્ને ઉપર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે.
ગ્રામીણોએ જણાવ્યું કે આરોપી છેલબિહારી ઘટનાને અંજામ આપ્યા બાદ નજીક આવેલા અન્ય ગામમાં જતો રહ્યો હતો. ત્યાં જઈને તેણે આ ઘટના અંગે જાણકારી આપી હતી. ગ્રામીણ અને પરિવારજનોએ ઘરમાં જઈને જાેયું તો ત્યાં બે મૃતદેહ પડ્યા હતા. આ અંગેની માહિતી ગામમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી બન્ને મૃતદેહ કબજે કર્યા હતા.
આરોપીનો એક દીકરો અને એક દીકરી ઘટના સ્થળેથી થોડા અંતરે દાદા-દાદી સાથે રહેતા હતા. ઘટનાની જાણ બાદ બન્ને ત્યાં પહોંચતાં દીકરીએ તેની માતાનો મૃતદેહ જાેતાં તબિયત બગડી ગઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.