રાજસ્થાનના સરિસ્કા ટાઇગર રિઝર્વમાંં ભયાનક આગ: વન્યજીવો પર ખતરો

જયપુર, રાજસ્થાનના પ્રખ્યાત સરિસ્કા ટાઇગર રિજર્વનાં જંગલોમાં અચાનક આગ લાગી ગઇ છે, જંગલમાં આગ બુઝાવવા માટે કર્મચારીઓ એરફોર્સ, હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે જંગલમાં લાગેલી આગ 10 સ્કવેયર કિમીથી વધુ એરિયામાં ફેલાઇ ગઇ છે. જેનો આકાર 1800 ફુટબૉલ મેદાન બરાબર છે. આ સાથે જ વનવિભાગનાં લગભગ 250 કર્મચારીઓ આગ બુઝાવવામાં લાગ્યા છે. હેલિકોપ્ટર આગથી પ્રભાવિત થયેલાં ક્ષેત્રમાં પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હાલ, સરિસ્કા ટાઇગર રિજર્વનાં જંગલોમાં 25 જેટલાં વાઘ છે.
રાજસ્થાનના પ્રખ્યાત સરિસ્કા ટાઇગર રિજર્વનાં જંગલોમાં આગ લાગવાને કારણે આસપાસનાં 4 ગામ ખાલી કરાવવામાં આવ્યા છે, સરિસ્કાના વન અધિકારી સુદર્શન શર્માનું કહેવુ છે કે, પહાડી વિસ્તાર હોવાના કારણે ટ્રેકટર-ટ્રોલી અને કર્મચારીઓને ચઢવામાં મુશ્કેલી પડી રહી છે.પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટર દ્વારા જ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગવાળા હિસ્સામાં 500 થી 1000 મીટર દૂર સુધી ફાયર બનાવવામાં આવી છે.
આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં આગ લાગી છે તે સરિસ્કાના અકબરપુર રેંજમાં વાઘોની નર્સરી છે. જ્યાં વાઘણ એસટી -17 અને તેમના બે શાવક, એસટી 20 અને એસટી 14 નું ક્ષેત્ર છે. વાધ સિવાય અન્ય પ્રાણીઓ પર રહે છે.