રાજસ્થાનની અશોક ગેહલોત સરકારનું આજે ભાવિ ઘડાશે
(પ્રતિનિધિ દ્વારા) જયપુર: રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર સામે તેમના જ પક્ષના નેતા સચિન પાયલોટે વિરોધનો સૂર છેડતા રાજકીય પરિસ્થિતિ અત્યંત પ્રવાહી થઈ ગઈ છે. આજે સવારે મળનાર ધારાસભ્યોની બેઠકમાં સચિન પાયલોટ ઉપસ્થિત નહીં રહે તો તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે. બીજી તરફ સચિન પાયલોટ ભાજપમાં જાેડાય એવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ પછી રાજસ્થાનની સરકારમાં આંતરીક જૂથવાદ બહાર આવ્યો હતો. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધીયાએ બળવાનું બ્યુગલ ફૂકયુ હતુ.
તો તેઓ પાછળથી ધારાસભ્યો સાથે ભાજપમાં જાેડાઈ ગયા હતા. હવે એ જ થિયરી પર સચિન પાયલોટ ચાલી રહ્યા હોય એવુ સ્પષ્ટ ંલાગી રહ્યુ છે. સચિન પાયલોટે તેની સાથે રપ થી ૩૦ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છેે. જાે સચિન પાયલોટ સાથેના ધારાસભ્યો ભાજપમાં જાેડાય તો રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું પતન નિશ્ચિત બનશે. રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર સામે તેમના જ પક્ષના યુવા નેતા તથા નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બગાવતના સૂર પોકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલોટની વચ્ચે આંતરીક મતભેદો સપાટી પર આવ્યા હતા. જેને લઈને બંન્ને આગેવાનોના સમર્થકોમાં તલવારો ખેંચાઈ ગઈ હોય એવું વાતાવરણ સર્જાયુ હતુ. સચિન પાયલોટ અને તેમના ટેકેદારો દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજુઆત કરવા ગયા હતા. અને તેઓ ત્યાંથી પરત આવ્યા હતા. હાઈકમાન્ડ સમક્ષ રજુઆત કરી આવ્યા પછી પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહોતો.
ત્યારબાદ સચિન પાયલોટ આક્રમક મૂડમાં આવ્યા હતા. જેને કારણે રાજસ્થાનનારાજકારણમાં હલચલ તેજ બની ગઈ હતી. સચિન પાયલોટે દાવો કર્યો હતો કે તેમની પાસે રપ થી ૩૦ ધારાસભ્યો છે જાે કે સચિન પાયલોટે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે તેઓ ભાજપામાં જાેડાવાના નથી. કોંગ્રેસની એકતા મજબુત છે. પરંતુ આ અગાઉ જે જે આગેવાનોએ કોંગ્રેસ સામે બગાવતના સૂર પ્રગટ કર્યા હતા તેઓ પાછળથી ભાજપમાં જ જાેડાઈ ગયા હતા. તેથી સચિન પાયલોટ પણ ભાજપામાં જ જાેડાઈ જાય એવી અટકળો તેજ બની ગઈ છે. સચિન પાયલોટ પાસે રપ થી ૩૦ ધારાસભ્યો હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે.
દરમ્યાનમાં આજે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠક મળનાર છે. તેમાં હાઈકમાન્ડ તરફથી નક્કી થયા મુજબ ‘વ્હીપ’ આપવામાં આવશે. જાે સચિન પાયલોટ અને તેમના ટેકેદાર ધારાસભ્યો ઉપસ્થિત નહીં હે તો પક્ષ તેમની સામે કાર્યવાહી કરીને સંભવતઃ તેમને પક્ષમાંથી દૂર કરી શકે છે. જાે એમ થશે તો સચિન પાયલોટ સામે ભાજપમાં જાેડાવા સિવાયનો વિકલ્પ રહેશે નહીં. જાે કે ભાજપમાં જાેડાવાની વાતનો હાલમાં તો સચિન પાયલોટ ઈન્કાર કરી રહ્યા છે તેમ છતાં રાજસ્થાનની ગેહલોત સરકાર સામે આજનો દિવસ મહત્વનો છે. આજનો દિવસ રાજસ્થાનની ગેહલોત સરકારનું ભાવિ નક્કી કરશેે.