રાજસ્થાનની આવેલો દારૂનો જથ્થો ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
અમદાવાદ : ગુજરાત રાજ્યની સરહદે સીલ હોવા છતા બુટલેગરો દારૂનાં શોખીનોની માગ પુરી કરવા માટે અન્ય રાજ્યોમાથી દારૂ ઘુસાડવામા સફળ રહે છે. ક્રાઈમ બ્રાચના અધિકારીઓને રાજસ્થાનની કેટલાંક શખ્શો દારૂ લઈને શહેરમા આવવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે ક્રાઈમ બ્રાચની ટીમોએ ચાદખેડા કોટેશ્વર રોડ પપર આવેલાં શરણ સ્ટેશ નજીક વોચ ગોઠવી હતી ત્યારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે એક સફેદ રગની સ્વીફટ ગાડી દેખાતા તેની આતરી લેવાઈ હતી અને તેની તપાસ કરતા કારની ડેકીમાંથી અલગ અલગ બ્રાડની વિદેશી દારૂની બોટલોની જથ્થો મળી આવ્યો હતો.
જેથી કાર ડ્રાઈવર જીતેન્દ્રસિગ કિશન સીગ ચૌહાણ રહે ભીલવાડા રાજસ્થાન તથા સાથે બેઠેલા વિરભદ્રસિહ ભુપતસિહ તોમર રહે માધુપુરા ની અટક કરીને પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેમણે રાજસ્થાનના સોનુ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યુ હતુ ક્રાઈમ બ્રાંચે બંનેની અટક કરીને આ જથ્થો કોને પહોચાડવાનો હતો ઉપરાંત બંને અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જાડાયેલા છે કે કેમ એ દિશામા તપાસ હાથ ધરી છે દોઢ લાખ રૂપિયા ઉપરાંત કાર સહીત પાચ લાખની વધુનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાચે જપ્ત કર્યો છે જ્યારે સોનુને ઝડપી લેવા ટીમ રાજસ્થાન મોકલવામાં આવશે.