Western Times News

Gujarati News

રાજસ્થાનની વર્લ્ડ ફેમસ મહેંદી કેટરિનાના હાથમાં મૂકાશે

મુંબઈ, રાજસ્થાનના પાલી જિલ્લાની સોજત મહેંદી દુનિયારમાં લોકપ્રિય છે. આ મહેંદીને દુનિયાભરમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. બોલિવૂડમાં પણ સોજત મહેંદીની ઘણી ડિમાન્ડ છે. એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા સિવાય અનેક બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસ ફેમિલીના લગ્નપ્રસંગોમાં આ મહેંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં થનારી ડેસ્ટિનેશન વેડિંગમાં આ પ્રકારની મહેંદીની ડિમાન્ડ ઘણી વધારે હોય છે. અને હવે કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન માટે પણ સોજતથી મહેંદી મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે આ મહેંદી માટે પૈસા લેવામાં નહીં આવે. મહેંદી ભેટ તરીકે મોકલવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કેટરિના કૈફના લગ્નમાં મોકલવામાં આવનારી મહેંદીનો સેમ્પલ પાસ થઈ ગયો છે. સોજના કારીગર મહેંદી સંપૂર્ણપણે નેચરલ પદ્ધતિથી તૈયાર કરે છે. આ મહેંદી તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો.

સોજતની મહેંદીના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, કેટરિનાના લગ્નમાં તૈયાર થનારી મહેંદીનો ખર્ચ ૫૦ હજાર અથવા તો એક લાખ થઈ શકે છે. જાે કે કેટરિના પાસેથી આ પૈસા લેવામાં નહીં આવે. આ મહેંદી તૈયાર કરવા માટે સૌથી પહેલા તો સોજતના મહેંદીના છોડને લાવવામાં આવે છે. ઓછામાં ઓછા ૪૦ કિલોનું એક યુનિટ હોય છે.

ત્યારપછી પાન, બિયારણ અને ડાળખીઓને અલગ કરવામાં આવે છે. ત્યારપછી પાંદડાનો ભૂકો કરવામાં આવે છે અને ગ્રાઈન્ડરમાં પીસવમાં આવે છે. ત્યારપછી તેને છાણીને અલગ અલગ પેકેટમાં પેક કરવામાં આવે છે. આ પાનમાં ખાસ પ્રકારનું પિગમેન્ટ હોય છે.

હાથમાં આવનારા ઘેરા રંગ માટે આ જ પિગમેન્ટ જવાબદાર હોય છે. આ મહેંદીના છોડને ઉગવા માટે વર્ષમાં પાંચથી છ ઈંચ વરસાદ પૂરતો હોય છે. રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત વિસ્તારને આ મહેંદીને કારણે મહેંદી નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તૈયાર થનારી મહેંદીનો ૯૦ ટકા માલ દુનિયાના લગભગ ૧૩૦ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળમાં કન્ડિશનર તરીકે પણ કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.