Western Times News

Gujarati News

રાજસ્થાનની સરહદ પર ઝીરો પોઇન્ટ બાદ ખેડુતો ખેતી કરી શકશે

Files Photo

જયપુર: બીએસએફની પહેલથી ૨૮ વર્ષ પછી રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર પર તારબંદી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ફસાયેલી લાખો વીઘા જમીન પર હવે ખેડૂતોનો હક હશે. ૧૯૯૨માં શરૂ થયેલી તારબંધી પછી ખેડૂતોની જમીન ઝીરો પોઇન્ટ અને તારબંદી વચ્ચે જતી રહી હતી. હવે બીએસએફએ ખેડૂતોને તેમની જમીન પર ખેતી કરવાની છૂટ આપી દીધી છે. મ્જીહ્લએ ખેડૂતોને આઈડી કાર્ડ આપ્યું છે, જે બતાવ્યા પછી ખેતી કરવાની છૂટ અપાઈ છે.

બોર્ડર પર ખેતી કરતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી નહીં કરે, પરંતુ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા માટે પાઇપલાઇન પણ લઇ જઇ શકશે. પંજાબની રીત પ્રમાણે હવે ચૌહટન જાટના બેરા, સારલા વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે દરવાજા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. બીએસએફ પણ ખેડૂતોને અલગ પાસ આપશે. સુરક્ષાનો પ્રશ્ન ના ઉદ્ભવે તે માટે બીએસએફના જવાનો સતત ત્યાં નજર રાખશે.
૧૯૯૨માં ભારત-પાક બોર્ડર પર તારબંધી કરવામાં આવી હતી. ખેડૂતોને તારબંધીમાં આવેલી ૪ મીટર જમીનનું વળતર આપવામાં આવ્યું હતું. અન્ય જમીન ૨૮ વર્ષથી તો ખેડૂતોની જ છે, પરંતુ તેમાં તેઓ ખેતી કરી શકતા નહોતા. બીએસએફ ડીઆઇજી વિનીત કુમારે કેટલાક દિવસો પહેલા સારલા વિસ્તારમાં ખેડૂતો સાથે બેઠક કરી હતી અને ખેતી કરવા માટે તારબંધીની બીજી બાજુ જવાનું નિવેદન કરવાનું કહ્યું હતું.

ખેતી માટે નિવેદન કરીને પાસ લેવો પડશે જે ખેડૂતોની જમીન તારબંધી અને ઝીરો પોઇન્ટ વચ્ચે આવે છે તેઓ ફોટો આઇડી અને સમાધાન અર્થે કેટલાક દસ્તાવેજાે આપીને પાસ લઈ શકે છે. આ પાસ નજીકની બીએસએફની સંબંધિત પોસ્ટ્‌સ પર મળશે. જેમની પાસે ટ્યૂબવેલ છે, તે પાઇપથી સિંચાઈ કરશે જે ખેડૂતો પાસે બોર્ડર તારબંધી પહેલા ટ્યૂબવેલ છે અને તે પાકની સિંચાઈ કરવા માગે છે તેમને પાઇપલાઇન મૂકવાની પણ અનુમતિ આપી છે.

વર્ષ ૧૯૯૨-૯૩માં તારબંધી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ૧૦૦ મીટર જમીન જતી રહી. તેમાં તહસીલ શિવની ૭૬.૮૧ કિમી. જમીન માટે ૨ લાખ ૮૫ હજાર ૪૫૦ રૂપિયા, રામસરની ૩૪.૧૫ કિમી. જમીન માટે ૨ લાખ ૨૫ હજાર ૨૬૫ રૂપિયા અને ચૌહટનની ૧૧૪.૨૧૧ કિમી. જમીન માટે ૧૭,૨૨,૭૨૫ રૂપિયાનું વળતર આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.