Western Times News

Gujarati News

રાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર બન્યું

Files Photo

જયપુર: રાજસ્થાનનો મિજાજ હાલમાં ગરમ છે. રાજ્યના લોકો એપ્રિલમાં જ જૂન-જુલાઈ જેવી લૂ સહન કરવા માટે મજબૂર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજસ્થાનમાં તાપમાન વધી રહ્યુ છે. વધતી ગરમીનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે રાજસ્થાનમાં ફલોદી ૪૩.૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દેશમાં બીજુ સૌથી ગરમ શહેર રહ્યુ છે. મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં સૌથી વધુ પારો રેકૉર્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના ૧૩ શહેરોમાં પણ દિવસનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો.

દેશના સૌથી ગરમ શહેરોમાં ૩ રાજસ્થાનના છે. જયપુરમાં પણ દિવસનુ તાપમાન ૪૦.૨ ડિગ્રી રહ્યુ કે જે સિઝનમાં બીજાે સૌથી ગરમ દિવસ હતો. હોળીના દિવસે પણ રાજધાની જયપુરનો પારો આટલો જ હતો.

રાજસ્થાન હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને કહ્યુ છે કે આગલા બે-ત્રણ દિવસ હવામાન પલટશે અને ૧૫થી વધુ જિલ્લામાં લૂ અને વરસાદનો દોર ચાલશે ત્યારબાદ તાપમાનમાં ઘટાડાની સંભાવના છે. ત્યારબાદ ૧૫ એપ્રિલથી ગરમી વધશે. વળી, વર્ષ ૨૦૨૧માં સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ માર્ચ ગયા ૧૨૧ વર્ષમાં ત્રીજાે સૌથી ગરમ મહિનો રહ્યો. ભારતીય હવામાન વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન સામે આવ્યુ કે માર્ચમાં દેશનુ મહત્તમ તાપમાન ૩૨.૬૫ ડિગ્રી રહ્યુ. માર્ચ ૨૦૨૧માં દેશમાં ઘણા ભાગમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર કરી ગયુ. આ પહેલા માર્ચ ૨૦૧૦માં મહત્તમ સરેરાશ તાપમાન ૩૩.૦૯ ડિગ્રી હતુ. વળી, માર્ચ ૨૦૦૪માં તાપમાન ૩૨.૮૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.