રાજસ્થાનમાં આંદોલનકારી ખેડૂતોએ ભાજપના નેતાને માર્યા
શ્રીગંગાનગર: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આંદોલનકારી ખેડૂતોએ ભાજપના એસસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ કૈલાસ મેઘવાલની ધુલાઈ કરી હોવાની ઘટના સામે આવી છે.
રિપોર્ટ પ્રમાણે ભાજપના નેતા સિંચાઈના પાણી અને મોંઘવારીને લઈને શ્રીગંગાનગરની કલેકટર કચેરી ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આંદોલનકારી ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને કૈલાસ મેઘવાલ સાથે ભિડાઈ ગયા હતા.તે્મણે કૈલાસ મેઘવાલના કપડા ફાડી નાંખ્યા હતા
તેમની સાથે મારપીટ કરી હતી.ખેડૂતોએ તેમને દોડાવ્યા પણ હતા. દરમિયાન સ્થળ પર હાજર પોલીસ કાફલાના કારણે તેમનો છુટકારો થયો હતો.મુખ્ય બજારમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને તેમાં કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા છે.જેના કારણે હજી અહીંયા તનાવ છે.
ભાજપે આ ઘટનાને વખોડી કાઢીને કહ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળી ચુકી છે.ભાજપ દ્વારા દેખાવો કરવાની જાહેરાત પહેલેથી થઈ હતી પણ પોલીસની નિષ્ફળતાના કારણે અસામાજિક તત્વોએ દલિત નેતા કૈલાસ મેઘવાલ પર જીવલેણ હુમલો કર્યો છે અને પોલીસ ચૂપચાપ તમાશો જાેતી રહી હતી.