રાજસ્થાનમાં આ વર્ષે આતશબાજી થશે નહીં, ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું છે કે કોરોના મહામારીના આ પડકારપૂર્ણ સમયમાં જનતાના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરિ છે.આ કારણે રાજય સરકારે કોરોના વાયરસ મહામારીને જાેતા ફટાકડાના વેચાણ અને આતશબાજી પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.
ગહલોતે રાજયમાં કોરોના સંક્રમણની સ્થિતિ નો માસ્ક નો એન્ટ્રી તથા શુધ્ધ માટે યુધ્ધ અભિયાનની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ બેઠકમાં અનલોક છના દિશાનિર્દેશ પર પણ ચર્ચા કરી બેઠકમાં મુખ્યમંત્રીએ ફટાકડાથી નિકળનાર ઝેરીલા ધુમાડાથી કોરોના વાયરસ સંક્રમિત રોગીઓ અને સામાન્ય જનતાના આરોદ્યની રક્ષા માટે રાજયમાં ફટાકડાના વેચાણ તથા આતશબાજી પર રોક લગાવવા અન કોઇ ફિટનેસના ધુમાડા કાઢનારા વાહનો પર સખ્ત કાર્યવાહીના નિર્દેશ આપ્યા.
ગહલોતે કહ્યું કે કોરોના મહામારીના આ પડકારપૂર્ણ સમયમાં પ્રદેશવાસીઓના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરિ છે.તેમણે કહ્યું કે આતશાબાજીથી નિકળનાર ધુમાડાના કારણે કોરોના સંક્રમિતદર્દીઓની સાથે હ્દય અને શ્વાસના રોગીઓને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં દિવાળી પર લોકો આતશબાજીથી બચે મુખ્યમંત્રી ગહલોતે ફટાકડાના વેચાણ માટે અસ્થાયી લાઇસેંસ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે તેમણે કહ્યું કે લગ્ન અને અન્ય સમારોહમાં પણ આતશબાજીને રોકવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે જર્મની, બ્રિટેન, ફ્રાંસ ઇટાલી અને સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે.અનેક દેશોને તો ફરી લોકડાઉન લગાવવાની ફરજ પડી છે આપણે ત્યાં આવી સ્થિતિ ઉભી ન થાય તેને જાેતા આપણે પણ સાવધાની રાખવી જાેઇએ.
અનલોક ૬ના દિશા નિર્દેશ પર પ્રમુખ શાસન સચિવ ગૃહ અભયકુમારે કહ્યું કે રાજયમાં સ્કુલો કોલેજ સહિત શિક્ષણ સંસ્થાન અને કોચીગ સેન્ટર ૧૬ નવેમ્બર સુધી નિયમિત શૈક્ષણિક ગતિવિધિઓ માટે બંધ રહેશે. ત્યારબાદ ફરી સમીક્ષા કરી તેના સંબંધમાં નિર્ણય લેવામાં આવશે.જયારે સ્વિમિંગ પુલ સિનેમા હોલ થિયેટર મલ્ટીપ્લેકસ એટરટેનેંટ પાર્ક વગેરે પૂર્વના આદેશ અનુસાર ૩૦ નવેમ્બર સુધી બંધ રહેશે વિવાહ સમારોહમાં અતિથિઓની વધુમાં વધુ સીમા ૧૦૦ રહેશે.HS