રાજસ્થાનમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા, ભોંયરામાં છુપાવેલા 700 કરોડ મળ્યા
જયપુર, ઇન્કમટેક્સ વિભાગે આજે શનિવારે રાજસ્થાનના જયપુર શહેરમાં દરોડા પાડ્યા હતા. એક શરાફ અને બે પ્રોપર્ટી ડીલરને ત્યાં પડાયેલા દરોડોમાં 2000 કરોડની બેનામી સંપત્તિ ઝડપાઇ હોવાના અહેવાલ હતા.
રાજસ્થાનના ઇતિહાસમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા આટલા મોટા પાયા પર અગાઉ કદી પડ્યા નહોતા અને આટલી મોટી રકમની બેનામી સંપત્તિ પણ અગાઉ કદી મળી નહોતી.
આ દરોડા પાંચ દિવસ ચાલ્યા હતા. 200 કર્મચારીઓ સાથેની પચાસ ટીમ સતત પાંચ દિવસ સુધી બેનામી સંપત્તિના દસ્તાવેજો તપાસી રહી હતી. ત્રણ સૌથી મોટા મનાતા વેપારી ગ્રુપ સિલ્વ આર્ટગ્રુપ, ચોરડિયા ગ્રુપ અને ગોકુલ કૃપા ગ્રુપને ત્યાંથી કુલ 2000 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી.
આ દરોડાની પૂરેપૂરી વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ એક સૂત્રે જણાવ્યા મુજબ એક વેપારીએ તો ભોંયરામાં બનાવેલી સુરંગમાં 700 કરોડની સંપત્તિ છૂપાવી રાખી હતી.