Western Times News

Gujarati News

રાજસ્થાનમાં કોલેજોને ભગવા રંગથી રંગવાના આદેશથી વિવાદ

શૈક્ષણિક સંસ્થાઓનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ ગણાવી કોંગ્રેસે ટીકા કરી

સરકાર પાસે તેની સિદ્ધિઓને દર્શાવવા માટે કંઈ જ નથી, તેથી લોકોનું ધ્યાન બીજા ભટકાવવા માટે તે આવા પગલાંનો આશરો લઈ રહી છે

જયપુર,રાજસ્થાનના કોલેજ એજ્યુકેશન કમિશનરે કાયાકલ્પ યોજના હેઠળ ૨૦ સરકારી કોલેજોને તેમની ઇમારતો અને એન્ટ્રી હોલના આગળના ભાગને ભગવા રંગથી રંગવાનો આદેશ આપતા વિવાદ થયો હતો. કમિશનરેટ શિક્ષણ સંસ્થાઓમાં હકારાત્મક માહોલ ઊભો કરવા આ આદેશ આપ્યો છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસે આ પગલાને શૈક્ષણિક સંસ્થાઓનું રાજનીતિકરણ કરવાના પ્રયાસ ગણાવીને તેની આકરી ટીકા કરી હતી. જોઈન્ટ ડાયરેક્ટર (પ્લાનિંગ), કોલેજ એજ્યુકેશન વિજેન્દ્ર કુમાર શર્માએ ગયા મહિને આ સ્કીમ હેઠળ કોલેજોના પ્રવેશદ્વાર અને એન્ટ્રી હોલના રંગને લઈને આ આદેશ જારી કર્યાે હતો.

પ્રથમ તબક્કામાં કુલ ૨૦ સરકારી કોલેજોને ભગવા રંગથી રંગવામાં આવશે. આદેશમાં જણાવાયું હતું કે કોલેજો ઉચ્ચ શિક્ષણના મુખ્ય કેન્દ્રો છે. કોલેજનું શૈક્ષણિક વાતાવરણ વિદ્યાર્થીઓ માટે એવું હોવું જોઈએ કે તેઓ કોલેજમાં પ્રવેશતાની સાથે જ સકારાત્મકનો અનુભવ કરે. ઉચ્ચ શિક્ષણ અંગેનો સારો સંદેશ સમાજમાં જાય અને તેથી કોલેજોમાં સકારાત્મક, સ્વચ્છ, આરોગ્યપ્રદ અને શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા માટે કોલેજોનો કાલાપલટ કરવો પડશે. આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધતા પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સ્વર્ણિમ ચતુર્વેદીએ કહ્યું હતું કોલેજોમાં શિક્ષણનું રાજનીતિકરણ કરવાનો આ પ્રયાસ છે. ભાજપ સરકાર લોકોને આપેલાં વચનો પૂરાં કરવામાં નિષ્ફળ રહી છે. સરકાર પાસે તેની સિદ્ધિઓને દર્શાવવા માટે કંઈ જ નથી, તેથી લોકોનું ધ્યાન બીજા ભટકાવવા માટે તે આવા પગલાંનો આશરો લઈ રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.