રાજસ્થાનમાં ગુટખા, પાન-મસાલા પર પ્રતિંબધ
જયપુર, રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મજયંતીને અવસરે રાજયમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તંબાકુ કે મિનરલ ઓઇલ યૂકત પાન મસાલા અને ફલેવર્ડ સોપારીના ઉત્પાદન, વિતરણ કે વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. રાજસ્થાન સરકારના નિવેદન મુજબ મહારાષ્ટ્ર, બિહાર પછી રાજસ્થાન દેશનું ત્રીજુ એવું રાજય બની ગયું છે જેણે ગુટખા કે તંબાકૂ ઉત્પાદનો પર પ્રતિબંધ લાદયો છે. રાજય સરકારના સ્વાસ્થ મંત્રી ડો. રઘુ શર્માએ જણાવ્યું કે યુવાનોમાં નશાની લતને રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. આ પ્રકારના હાનિકારક પદાર્થોની ઓળખ સ્ટેટ સેન્ટ્રલ પબ્લિક હેલ્થ લેબોરેટરી રાજસ્થાન દ્વારા કરવામાં આવશે. રાજસ્થાન સ્વાસ્થ મંત્રીએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા તમામ ઉત્પાદનો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હશે. આ પ્રકારના નિમ્ન કક્ષાના ઉત્પાદનોના વેચાણ પર અંકુશ કરવાની સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે પૂર્વ સરકારે ઇ-સિગરેટ અને હુક્કા બારો પર પ્રતિંબધ લાદયા હતા.