રાજસ્થાનમાં ટ્રક અને જીપ વચ્ચે ટકકર: ૧૧નાં મોત
જોધપુર, રાજસ્થાનના જાધપુર જીલ્લાના બાલોતરો ફલૌદી રાજમાર્ગ પર એક ટ્રેલર ટ્રક અને જીપ વચ્ચે ટકકર થતા ૧૧ લોકોના મોત નિપજયા છે જયારે ત્રણ લોકોને ઇજા થઇ છે.ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મૃતકોમાં ચાર પુરૂષ અને છ મહિલાઓ અને એક બાળકી સામેલ છે. પોલીસના આ અંગેની માહિતી મળતી તે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ક્રેનની સહાયતાથી બંન્ને વાહનોમાં ફસાયેલા મૃતકો અને ઘાયલોને બહાર કાઢયા હતાં. દુર્ઘટનાનો શિકાર લોકોમાં એક નવવિવાહિત જોડી પણ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. એ યાદ રહ કે આ માર્ગ પર આઠ માર્ચે બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજયા હતાં અને ૩૨ લોકોને ઇજા પહોંચી હતી. જયારે અજમેરલ જીલ્લામાં અજમેર જયપુર હાઇવે પર એક બસ પલ્ટી જતાં ત્રણ લોકોના મોત નિપજયા હતાં અને ૧૮ વ્યક્તિઓને ઇજા થઇ હતી જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી.