Western Times News

Gujarati News

રાજસ્થાનમાં દરોડો પાડ્યો, ઇન્સ્પેક્ટરે રાંધણગેસ પર ચલણી નોટો મૂકી સળગાવી દીધી

જયપુર: રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી બચવાનો નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના સિરોહીમાં લાંચ લીધેલી રકમ પકડાઈ જવાના ડરથી એક ઈન્સ્પેક્ટરે ૨૦ લાખ રૂપિયાની નોટોને સ્વાહા કરી દીધી હતી. તેણે રાંધણગેસના ચૂલા પર એક પછી એક નોટોને અગ્નિમાં પધરાવી હતી. આ કાર્ય કરવામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો એસીબી (એન્ટી-કરપ્શન બ્યૂરો)ની ટીમે દરોડો પાડ્યો હતો, જેથી તેને આ પગલું ભર્યું હતું. પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેણે આ બધા રૂપિયા લાંચ પેટે એકઠા કર્યા હતા અને પકડાઈ જવાના ડરથી તેણે તમામ પુરાવાઓ નષ્ટ કરવા માટે આ કૃત્ય આચર્યું હતું.

એસીબી ની ટીમે ગઇકાલે સાંજે સિરોહીના ભંવરીમાં ૧ લાખ રૂપિયાની લાંચ લેતા મહેસૂલ ઈન્સ્પેક્ટર પરબતસિંહને રંગેહાથ પકડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી.એસીબીને માહિતી મળતાં તેણે કલ્પેશના ઘરે દરોડો પાડવા પહોંચી હતી, પરંતુ કલ્પેશને આની જાણ પહેલાંથી જ થઈ ગઈ હતી. તે જલદીથી ઘરે પહોંચ્યો અને પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. એસીબીની ટીમ પણ ગણતરીના સમયમાં તેના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ કલ્પેશે ઘરનો દરવાજાે ખોલ્યો નહોતો. તેણે આ સમયમાં પૈસાની થોકડીઓ ગેસના ચૂ્‌લા પર બાળવાનું શરૂ કરી દીધું હતું. એસીબીએ બારીનો કાચ તોડીને કલ્પેશને આવું ન કરવાની સલાહ આપી હતી, તેમ છતાં તે માન્યો નહીં.

પિંડવારા પોલીસની મદદથી છઝ્રમ્એ લગભગ ૧ કલાકની મહેનતે કટરથી દરવાજાે કાપી નાખ્યો હતો. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. છઝ્રમ્નો દાવો છે કે તેણે લગભગ ૨૦ લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી છે. ઘટનાસ્થળેથી છઝ્રમ્ને અડધી બળેલી નોટો મળી આવી છે.

સાંડિયાના રહેવાસી મૂલસિંહે આ મામલે એસીબીને ફરિયાદ કરી હતી. મૂળસિંહે આરોપ લગાવ્યો હતો કે પિંડવારા રેન્જમાં આમળાંની છાલની ખૂલી બોલીથી હરાજી કરાતી હતી. ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈને આ કરાર માટે ૫ લાખ રૂપિયાની માગ કરી હતી. આ બાબતે તેમણે પર્બતસિંહને કહ્યું હતું કે પહેલાં ૧ લાખ રૂપિયા આપી દો, ત્યાર પછી કામ પૂરું થતાં બીજા ૪ લાખ આપજાે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.