રાજસ્થાનમાં પતિની સામે પૂર્વ પતિના ભાઇએ મહિલા ગેંગ રેંપ
જયપુર: રાજસ્થાનના બારન જીલ્લામા પતિની સામે એક મહિલાથી પાંચ લોકોએ કહેવાતી રીતે ગેંગરેપ કર્યો પોલીસના જણાવ્યા અનુસાર પીજિત મહિલા પોતાના પરિવાર અને આઠ વર્ષની બેન સાથે બાઇક પર ઘરે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે પાંચ લોકો મહિલાને ખેતરમાં લઇ ગયા અને બળાત્કાર કર્યો મહિલા બારનમાં જ બાલાજી મંદિરમાં દર્શન કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહી હતી.પોલીસે કહ્યું કે મહિલાનો આરોપ છે કે બળાત્કાર કરનારા પાંચ લોકોમાં તેના પૂર્વ પતિનો ભાઇ પણ સામેલ છે
એસપી વિનીતે કહ્યું કે પાંચેય આરોપીઓએ તેમની બાઇકને બારન અટરૂ હાઇવે પર રોકી ત્યારબાદ આરોપી મહિલા અને તેના પતિને પાસેના ખતરમાં લઇ ગયા આરોપીઓએ પતિને બાંધી દીધા અને ત્યારબાદ તેની સામે જ મહિલાથી બળાત્કાર કરી ફરાર થઇ ગયા હતાં.
પોલીસે કહ્યું કે મહિલાની મેડિકલ તપાસ કરાવાઇ રહી છે અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે પોલીસ હાલ આરોપીઓની તલાશમાં છે પોલસે કહ્યું કે મહિલા અને તેના પૂર્વ પતિના પરિવારે પહેલા પણ એક બીજા પર પોલીસ કેસ કરાવ્યો છેે આથી પોલીસ તપાસમાં દરેક પાસા પર ઘ્યાન આપી રહી છે