રાજસ્થાનમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારાયું
જયપુર, રાજસ્થાનના બારન જીલ્લામાં ૧૯ વર્ષીય યુવકે પાંચ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે આથી બાળકીને નાજુક અવસ્થામાં હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. શાહાબાદ ક્ષેત્રાધિકારી કજોઇમલ અનુસાર દુષ્કર્મ કર્યા બાદ બાળકીના શરીરમાંથી ભારે માત્રામાં લોહી વહી રહી હતું અને તેને બારન જીલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોટા ખાતે લોન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેની સર્જરી કરવામાં આવી છે. શાહાબાદના પોલીસ સ્ટેશનના પ્રભારી હરિ પ્રસાદ રાણાએ કહ્યું કે આ મામલામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે બાળકી આદિવાસી સમુદાયની છે અને તે સવારે પાંચ વાગે શૌચ કરવા માટે બહાર નિકળી હતી તે સમયે નશામાં ધુત આરોપીએ તેના પર હુમલો કર્યો હતો. રાણાએ કહ્યું કે આરોપી પણ તે સમુદાયનો છે આરોપી કહેવાતી રીતે બાળકીને માબારી કેન્દ્રની અંદર લઇ ગયો જયાં તેની સાથે દુષ્કર્મ કર્યું ધટના બાદ બાળકી રોતી રોતી બહાર આવી અને તેમના પરિવારને જાણ કરી આથી પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી.HS