રાજસ્થાનમાં બીએસસી નર્સિંગની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો

જયપુર, રાજસ્થાનમાં બીએસસી નર્સિંગની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસને તપાસમાં તેણીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. યુવતીએ લખ્યું હતું કે આ દુનિયા એકદમ સ્વાર્થી છે, આઇ લવ યુ મમ્મી-પપ્પા, જેમ બાળપણમાં મને માફ કરી દેતા હતા તેમ આ ભૂલ પણ મારી માફ કરી દેજાે. પોલીસ આત્મહત્યાના કારણની તપાસ કરી રહી છે.
રાજસ્થાનના ચુુરુમાં આવેલા ધર્મસ્તૂપ પાસે એક ભાડાના મકાનમાં રહેતી બીએસસી નર્સિંગની ૨૨ વર્ષની વિદ્યાર્થીની પ્રિયંકા કટેવાએ શનિવારે શંકાસ્પદ સંજાેગોમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો પ્રિયંકાએ લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં તેણીએ લખ્યું હતું કે હું દુનિયાથી પરેશાન થઇ ચુકી છુ, આ દુનિયા એકદમ સ્વાર્થી છે, તમે ગમે તેટલાં સારો હો લોકો તમને સમજી શકતા નથી, બાળપણમાં જે રીતે મારી ભૂલોને માફ કરતા હતા તે રીતે આને પણ મારી ભૂલ સમજીને માફ કરી દેજાે, માતા-પિતા જેવો પ્રેમ દુનિયામાં કોઇ કરી શકે નહી,
પોલીસે કહ્યું હતું કે પ્રિયંકા કટેવા મૂળ ઝુંઝનૂંની રહેવાસી હતી અને ચરુમાં બીએસસી નર્સિંગની વિદ્યાર્થીની હતી. તે ઇંદ્રા માર્કેટમાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. રવિવારે સવારે પ્રિયકાં રૂમમાંથી બહાર ન આવી તો મકાન માલિક અને પડોશીઓએ પ્રિયંકાનો દરવાજાે ખખડાવ્યો હતો,.
પરંતું કોઇ જવાબ નહીં મળતા લોકોએ બારીમાંથી જાેયું તો પ્રિંયકા ફાંસી ખાધેલી હાલતમાં નજરે પડી હતી એ જાેઇને લોકોના હોંશ ઉડી ગયા હતા.જાણવા મળેલી માહિતી મુજબ શનિવારે નર્સિંગના બીજા વર્ષનું પરિણામ જાહેર થયું હતું. પ્રિયંકાએ શનિવારે સાંજે પોતાના પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી હતી. તે ધારણાં મુજબના પરિણામ નહીં આવતા ખુશ નહોતી.HS