રાજસ્થાનમાં મુસ્લિમ પોલીસકર્મીઓને દાઢી નહીં રાખવા ફરમાન
જયપુર, રાજસ્થાનમાં મુસ્લિમ પોલીસકર્મીઓને દાઢી ન રાખવાનું ફરમાન આવ્યું છે. અલવર પોલીસે નવ પોલીસકર્મીનાં નામ દાઢી રાખવા આપેલી મંજૂરી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. આ હુકમ પછી મુસ્લિમ સંગઠનો ગુસ્સે છે, જ્યારે રાજ્ય સરકારને સમજાતુ નથી કે શું કરવું. આ અલવર પોલીસનો હુકમનામું છે. જેમાં નવ પોલીસકર્મીના નામ લખેલ અકિલા છે કે તેમને દાઢી રાખવાની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે.
આ આદેશમાં લખ્યું છે કે આ પોલીસકર્મીઓને દાઢી રાખવાની પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. આ અંગેની માહિતી તમામ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી છે. રાજસ્થાનની એક પરંપરા છે કે લઘુમતી પોલીસની દાઢી રાખવા જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરવી પડે છે. તે પછી તેઓ દાઢી રાખે છે. અલવર એસપી પારિસ દેશમુખ કહે છે, ‘અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ આદેશ આપ્યા છે. અમે 32 પોલીસકર્મીઓને દાઢી કરવાની છૂટ આપી છે, જેમાંથી 9 ને આપેલી પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે.