રાજસ્થાનમાં રેકૉર્ડ ઠંડી, ચુરુ સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન માઈનસમાં ગયું
જયપુર, રાજસ્થાનમાં જબરદસ્ત ઠંડી જાેવા મળી રહી છે. રાજ્યના ઘણા જિલ્લાએમાં તાપમાન શૂન્ય અને માઈનસમાં જતુ રહ્યુ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે ચુરુમાં આજે સવારે(૧૮ ડિસેમ્બર)ને લઘુત્તમ તાપમાન -૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. ક્ષેત્રમાં આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાઈ ગયુ.
હવામાન વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પહાડી વિસ્તારોમાં થઈ રહેલ સતત હિમવર્ષના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી અને કોલ્ડ વેવની સ્થિતિ બની રહી છે. શેખાવટી, બીકાનેર, હનુમાનગઢ, ઝુંઝનુ, બાડમેર જેસલમેર, ઝાલોર, ચુરુમાં કડકડતી ઠંડી પડી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઠંડી આવતા ત્રણ-ચાર દિવસ સુધી એટલે કે ૨૦-૨૧ ડિસેમ્બર સુધી આમ જ ચાલુ રહેશે. હવામાન વિભાગે શુક્રવારે જ રાજ્યમાં ઠંડી લહેરની ચેતવણી જાહેર કરી દીધી છે. જેના કારણે ઘણા જિલ્લાઓએમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે હનુમાનગઢ, ગંગાનગર, ચુરુ, બિકાનેર, ઝુંઝનુ સહિત ઘણી જગ્યાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
રાજસ્થાન જ નહિ પરંતુ દિલ્લી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં જાેરદાર ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ શીત લહેરની ચપેટમાં છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શનિવારની સવારે લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યુ. વળી, હવામાન વિભાગનુ અનુમાન છે કે દિલ્લીમાં રવિવાર સુધી પારો ૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં સારી એવી હિમવર્ષા થઈ છે. આની અસર મેદાની વિસ્તારોમાં જાેવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે પણ આવી જ ઠંડી પડશે.HS