રાજસ્થાનમાં સામુહિક બળાત્કાર પછી યુવતીને દોરડુ બાંધી બીજા માળેથી ફેંકાઈ

ચુરુ, દેશમાં બળાત્કારના કેસોને ડામવા માટે આકરા કાયદા બનાવાઈ રહ્યા હોવા છતાં બળાત્કારના કેસો ઘટી નથી રહ્યા. હવે રાજસ્થાનના ચુરુમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. અહીં અસમની ૨૫ વર્ષની એક યુવતીને સામૂહિક બળાત્કાર કર્યા પછી દોરડુ બાંધીને બીજા માળેથી ફેંકી દેવાઈ હતી. રાહતની વાત એ હતી કે યુવતી વીજળીના થાંભલા પર લટકી ગઈ હતી અને તેનો જીવ બચી ગયો.
ચુરુ જિલ્લા મુખ્યાલયના ધર્મસ્તૂપ પોલીસ સ્ટેશનથી થોડેક જ દૂર ચાર પુરુષોએ આસામની એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ સંદર્ભમાં વિક્રમ સિંહ, ભવાની સિંહ, દેવેન્દ્ર સિંહ અને બુલ્લા ઉર્ફે સુનિલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પીડિતાએ જણાવ્યું હતું કે તે શુક્રવારે નોકરીના ઈન્ટર્વ્યૂ માટે દિલ્હીથી ચુરુ આવી હતી.
પીડિતા ચુરુમાં એક હોટેલમાં પહોંચતા તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જાેકે, પાછળથી તેમને ભય લાગ્યો કે તે મોઢું ખોલશે. તેથી તેમણે તેના હાથમાં દોરડું બાંધીને તેને બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી.
જાેકે, રાહતની બાબત એ હતી કે દોરડું વીજળીના થાંભલામાં અટવાઈ ગયું હતું. તેથી યુવતી લટકી ગઈ હતી. તે મદદ માટે બૂમો પાડતી રહી. લગભગ બે કલાક પછી પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીને નીચે ઉતારી હતી. તેને સ્થાનિક ડેડરાજ ભરતયી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે અસમ નિવાસી યુવતી હાલ દિલ્હીમાં નાનુ-મોટું કામ કરતી હતી. તેને ચુરુ નિવાસી સુનિલ ઉર્ફ રાજુએ નોકરી આપવાની લાલચે ચુરુ બોલાવી હતી. તે ચુરુ પહોંચતા એક યુવક બસ સ્ટેન્ડથી તેને હોટેલમાં લઈ ગયો હતો. રૂમમાં વિક્રમ રાજપૂત, ભવાની, દેવેન્દ્ર સિંહ ઉર્ફે બુલ્લા અને સુનિલે પહેલાં દારુ પીવાનું શરૂ કર્યું. પછી તેમણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.HS