રાજસ્થાનમાં ૧૫ દિવસ સુધી લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવાયા
જયપુર: રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા ખતરાને જાેતા પ્રતિબંધોને ૧૫ દિવસ સુધી વધારી દેવાયા છે. રાજસ્થાનમાં ૧૫ દિવસના કર્ફ્યુ હેઠળ સરકારી ઓફિસ, બજાર, મૉલ, થિયટર્સ, હોટલ અને તમામ કાર્યસ્થળ બંધ રહેશે. પરંતુ શ્રમિકોનું પલાયન ન થાય અને તેની રોજગારીથી જાેડાયેલી ગતિવિધિઓ જેવી ફેક્ટ્રી, કંટ્રક્શન વર્ક શરૂ રહેશે. સાથે જ ફેરી લગાવીને જીવનનિર્વાહ કરતા લોકોને ધંધાની છૂટ આપવામાં આવશે. ઉદ્યોગોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે.
ગેહલોતની અધ્યક્ષતામાં રવિવાર મોડી રાત્રી સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ર્નિણય લેવાયો છે. તેમણે કહ્યું કે, જાહેર સ્થળો, બજારો, કાર્યસ્થળો સહિતમાં સામાન્ય ગતિવિધિઓ શરૂ રહેવાથી ભીડ થાય છે જેનાથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આને નિયંત્રિત કરવા માટે સોમવાર(૧૯ એપ્રિલ)થી શરૂ થતા કર્ફ્યુ અઠવાડિયામાં રાજ્યભરમાં તમામ કાર્યસ્થળ, વ્યાવસાયિક સ્થળો અને બજાર બંધ રાખવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના પ્રસારને રોકવામાં માસ્ક પહેરવું એક જરૂરી ઉપાય છે. તેને કડકાઈથી લાગૂ કરવા માટે જાહેર સ્થળો અને કાર્યસ્થળો પર માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે. જાહેર આદેશ અનુસાર, આ દરમિયાન જિલ્લા તંત્ર, ગૃહ, નાણા, પોલીસ, જેલ, હોમગાર્ડ વિદ્યુત, પાણી, જરૂરિયાતની સેવાઓ સાથે રાજકીય કાર્યકરોના યોગ્ય ઓળખ પત્રની સાથે મંજૂરી હશે. કેન્દ્ર સરકારની જરૂરિયાતની સેવાઓ સાથે જાેડાયેલા કાર્યાલય ખુલ્લા રહેશે. બસ સ્ટેન્ડ, રેલવે, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટથી આવતા લોકોના મુસાફરી ટિકિટ બતાવવા પર અવરજવરની મંજૂરી હશે.
જાહેર આદેશ અનુસાર, રાજ્યમાં આવતા મુસાફરોને યાત્રા શરૂ કરવાના છેલ્લા ૭૨ કલાકની અંદર કરાવેલા ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ બતાવવો જરૂરી છે. ત્યારે, રાજ્યમાં માલ પરિવહન કરનારા ભારે વાહનોની અવર જવર, માલના લોડિંગ, અનલોડિંગ માટે કાર્યરત વ્યક્તિને મંજૂરી હશે. હાઈવે પર સંચાલિત ઢાબા અને પરિવહન રિપેરિંગની દુકાનોને મંજૂરી છે. આ દરમિયાન રાશનની તમામ દુકાનો વગર કોઇ રજાએ ખુલ્લી રહેશે.
દિશા નિર્દેશો અનુસાર, આ દરમિયાન ટેલિકોમ, ઇન્ટરનેટ સેવાઓ, પોસ્ટ સેવાઓ, કુરિયર સુવિધા, કેબલ સુવિધા, આઈટી સંબંધિત સેવાઓ, બેન્કિંગ સેવાઓ માટે બેંક, એટીએમ અને વીમા કાર્યાલટને મંજૂરી હશે. ત્યારે, પ્રોસેસ્ડ ભોજન, મિઠાઈ અને મિષ્ઠાન, રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલિવરી રાત્રે ૮ વાગ્યા સુધી મંજૂરી છે. એલપીજી, પેટ્રોલ પંપ સીએનજી, પેટ્રોલિયમ, ગેસથી સંબંધિત છૂટક, જથ્થાબંધ આઉટલેટની સેવાઓ રાત્રે ૮ વાગ્યા સુધી મંજૂરી છે. શ્રમિક વર્ગના પલાયનને રોકી શકાય તે માટે સમસ્ત ઉદ્યોગ અને નિર્માણ સંબંધિત એકમોમાં કાર્ય કરવાની મંજૂરી છે. સંબંધિત એકમો દ્વારા પોતાના શ્રમિકોને અધિકૃત વ્યક્તિ દ્વારા ઓળખ પત્ર જાહેર કરવામાં આવશે જેનાથી અવરજવરની સુવિધા થાય.