રાજસ્થાનમાં ૧૭ પેટ્રોલ પંપના સંચાલનની જવાબદારી કેદીઓને સોંપવામાં આવી
જયપુર,: રાજસ્થાનની જેલોમાં બંધ કેદીઓના કૌશલ વિકાસ અને જેલોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજય સરકાર નવાચાર કરી રહી છે.તાકિદે રાજયમાં જેલ વિભાગ ૧૭ પેટ્રોલ પંપ શરૂ કરશે આ પેટ્રોલ પંપોના સંચાલનની જવાબદાી કેદીઓની પાસે રહેશે શરૂઆતમાં ભરતપુર અને અલવરમાં પેટ્રોલ પંપ શરૂ કરવાને લઇ જેલ પ્રશાસન અને ઇડિયન ઓઇલ કંપની વચ્ચે એમઓયુ થયા છે ત્યારબાદ કોટામાં એક અને અજમેરમાં બે પેટ્રોલ પંપ શરૂ થશે
જેલ મહાનિદેશક રાજીવ દાસોતે કહ્યું કે આગામી તબક્કામાં ૧૨ જીલ્લામાં પેટ્રોલ પંપ શરૂ થશે જેના માટે સર્વેનું કામ કરવામાં આવી રહ્યું છે જયપુર જેલ પરિસરના બહારના ભાગમાં ગત વર્ષથી પેટ્રોલ પંપ સંચાલિત થઇ રહ્યાં છે તેનું સંચાલન ખુલ્લી જેલના બંદી કરી રહ્યાં છે આ પેટ્રોલ પંપ દર મહિને ૧૦ લાખ રૂપિયાનો કારોબાર કરી રહ્યું છે જેલ પરિસરના બહારી ભાગમાં ખુલ્લા પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની વધતી આવક અને બંદીઓના કૌશલ વિકાસથી જેલ પ્રશાસન ઉત્સાહિત છે.
દાસોતે કહ્યું કે પેટ્રોલ પંપ શરૂ કરવાથી કેદીઓને રોજગાર મળે છે જેલની ચાર દિવાલથી કેદીઓને ખુલ્લી હવા પણ મળી શકશે તેમણે કહ્યું કે પેટ્રોલ પંપોનું સંચાલનથી થનાર આવકનો ઉપયોગ જેલોમાં સુવિધાઓને વધારવા માટે કરવામાં આવશે તેમણે કહ્યું કે જેલોમાં અનેક રીતના નવાચાર કરવામાં આવી રહ્યાં છે. કોટા સેટ્રલ જેલના કેદી ન્યુઝ લેટર નિકાળી રહ્યાં છે કેદીઓ દ્વારા લખવામાં આવેલ આર્ટિકલ ન્યુઝ લેટરમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યાં છે જયારે ઉદયપુર જેલમાં બંધ કેદી પેટિંગ્સું સારૂ કામ કરી રહ્યાં છે. કેદીઓની સાથે સુરક્ષા માટે હથિયારબંધ પોલીસ કર્મચારી પણ હાજર રહેશે