રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ
મધ્ય પ્રદેશમાં ખેતરમાં રખેવાળી માટે ગયેલી યુવતી ઉપર ગેંગરેપ, રાજસ્થાનમાં પણ બે યુવતીઓ ઉપર દુષ્કર્મ થયાં
નવી દિલ્હી, દેશમાં હજુ હાથરસ ગેંગરેપ કાંડને લઈને લોકોનો ગુસ્સો શાંત થયો નથી ત્યાં તો છેલ્લા ૨૪ કલાકમાં દેશના અલગ અલગ ભાગમાં ગેંગરેપના બીજા કેસ સામે આવ્યા છે. યુપીથી લઈને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ગેંગરેપની ભયાનક ઘટનાઓ સામે આવી છે જેના વિશે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જાય. હાથરસમાં એક માસૂમ સાથે જે પ્રકારે હેવાનિયત આચરવામાં આવી ત્યારબાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે અને આરોપીઓને સજાની માગણી થઈ રહી છે.
મધ્ય પ્રદેશના ખરગૌનમાં ખેતરમાં રખેવાળી માટે ગયેલી સગીર યુવતી સાથે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો. આરોપીઓએ પીડિતાના ભાઈને ડંડાથી મારીને ઘાયલ કર્યો અને ત્યારબાદ યુવતી સાથે હેવાનિયત આચરી. આ મામલે ત્રણેય આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે કેસ દાખલ કર્યો છે. આ મામલો ખરગૌનના ઝિરન્યા પોલીસ સ્ટેશન હદના મારુગઢ ગામનો છે. યુવતીની ઉંમર ફક્ત ૧૬ વર્ષ છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક સગીર છોકરી સાથે રેપની ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પરંતુ હજુ પણ કેસની તપાસ ચાલુ છે.
કહેવાય છે કે આ કેસમાં કેટલાક સ્થાનિક નેતાઓનું પણ નામ છે. રાજસ્થાનના જ બારામાં બે યુવતીઓએ બે યુવકો પર રેપનો આરોપ લગાવ્યો છે. છોકરીઓ તરફથી આરોપ છે કે યુવક તેને લાલચ આપીને અલગ અલગ શહેરોમાં લઈ ગયો અને રેપ કરતો રહ્યો. પોલીસે ગુનો નોંધી લીધો છે. પંરતુ પોલીસની વાર્તા તો કઈક અલગ જ કહે છે. આ કેસમાં પોલીસે એક આરોપીને જવા દીધો છે. પોલીસનું કહેવું છે કે મેજિસ્ટ્રેટ સામે આપવામાં આવેલા નિવેદનમાં યુવતીઓએ સહમતિથી યુવકો સાથે જવાની વાત કબુલી હતી. રાજસ્થાનના જ અજમેરમાં એક મહિલા સાથે કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો છે.
ત્યારબાદ ગ્રામીણોમાં ખુબ રોષ છે. આ ઘટના અજમેરના રામગંજ વિસ્તારની છે. જ્યાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે એક યુવકે તેને ખેતરમાં લઈ ગયો જ્યાં તેના મિત્રો સાથે મળીને રેપ કર્યો. જ્યારે પીડિતા ઘરે પાછી ફરી તો તેણે કેસ નોંધાવ્યો અને પોલીસે હવે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં હેવાનિયતે તમામ હદો પાર કરી. એક યુવકે આઠ વર્ષની માસૂમ બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યું. આરોપી યુવકની ધરપકડ કરી લેવાઈ છે. આરોપ છે કે જ્યારે માસૂમ મહોલ્લામાં રમતી હતી ત્યારે યુવક તેને ફોસલાવીને તેની સાથે લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું. જ્યારે બાળકીએ ઘરવાળાઓને આ અંગે જણાવ્યું તો મામલો બિચકી ગયો. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં એક સગીરાએ આરોપ લગાવ્યો છે કે નશીલો પદાર્થ સુંઘાડીને પાડોશીએ તેની સાથે રેપ કર્યો. ઘટના બાદથી આરોપી ફરાર છે. પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપ મુજબ જ્યારે તે સૂતી હતી ત્યારે પાડોશમાં રહેતો યુવક ઘરમાં આવ્યો અને તેની સાથે જબરદસ્તી કરી. જ્યારે યુવતીએ બૂમાબૂમ કરવાની કોશિશ કરી તો આરોપીએ તેજાબ નાખવાની ધમકી આપી.SSS